મનોરંજન

આલિયા ભટ્ટને મળ્યુ મોટુ સન્માનઃ પ્રભાવશાળીઆંતરરા્ટ્રીય મહિલાઓની યાદીમાં નામ સામેલ

આલિયા ભટ્ટ બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી છે. એકથી એક શ્રેષ્ઠ ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવનારી આ અભિનેત્રીનું ફેન ફોલોઈંગ સમગ્ર દુનિયામાં છે. બોલીવુડમાં પોતાના દમદાર અભિનય બતાવ્યા બાદ આલિયા હોલીવુડની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહી છે પરંતુ તે પહેલા અભિનેત્રી માટે એક મોટી ખુશખબર છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટે વેરાયટીમાં પોતાનું સ્થાન બનાવ્યુ છે. આલિયા ભટ્ટ વર્ષ ૨૦૨૩ની વેરાયટીની સૌથી પ્રભાવશાળી આંતરરાષ્ટÙીય મહિલાઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

આલિયા ભટ્ટની ગંગૂબાઈ કાઠિયાવાડી, આરઆરઆર અને બ્રહ્મા†ને બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મળી હતી. હવે ૨૦૨૩ની પ્રભાવશાળી આંતરરાષ્ટÙીય મહિલાઓની યાદીમાં આલિયાનું નામ આવ્યા બાદ તેમની અને તેમના ચાહકોની ખુશી બમણી થઈ ગઈ છે. આ યાદીમાં એવી અમુક હસ્તીઓના નામ સામેલ છે, જેમણે આંતરરાષ્ટÙીય સ્તરે લોકોના મનોરંજનમાં પોતાનું યોગદાન આપ્યુ છે.
આલિયા ભટ્ટને આ સન્માન ફિલ્મ ઇઇઇ, બ્રહ્મા† અને ગંગૂબાઈ કાઠિયાવાડીમાં તેમના શાનદાર પ્રદર્શન માટે આપવામાં આવ્યુ છે. આ વાતની જાણકારી પોતે અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલના માધ્યમથી આપી. આલિયા સિવાય આ લિસ્ટમાં એચબીઓ હિટ હાઉસ ઓફ ધ ડ્રેગનની એક્ટ્રેસ છે- મિલ્લી એલ્કાક, એમિલી કેરી, ઓલિવિયા કુક, એમ્મા ડી’આર્સી, સોનોયા મિજુનો. લિસ્ટમાં સ્પેનિશ સિંગર રોજાલિયાનું પણ નામ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x