ગુજરાત

થરા કોલેજમાં સાઈબર ક્રાઈમ જાગૃતિ વ્યાખ્યાન યોજાયું

કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા, સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરા અને પોલીસ સ્ટેશન થરાના સંયુક્ત ઉપક્રમે આયોજિત તા.07/03/2023 ના રોજ સાઈબર ક્રાઈમ જાગૃતિ વ્યાખ્યાન યોજાઈ ગયું. પ્રારંભે ડૉ.ડી.એસ.ચારણ દ્વારા વક્તાનું શાબ્દિક સ્વાગત કરી. સાઈબર ક્રાઈમના ગુનાઓમાં હાલના તબક્કે જે સતત વધારો જોવા મળી રહ્યો છે તેને ડામવા જાગૃતિ લાવવા વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપેલ. પોલીસ કોન્સટેબલ ચૌધરી હિતેશભાઈ મેઘાભાઈએ સાઈબર ક્રાઈમ જન જાગૃતિ સંદર્ભે જણાવેલ કે સાઈબર ક્રાઈમ કઈ રીતે થાય છે અને કઈ રીતે તેનાથી બચી શકાય છે તે સંદર્ભે સંપૂર્ણ ઊંડાણપૂર્વક સમજાવેલ. હેલ્પલાઈન નંબર, હની ટ્રેપ, ઓનલાઈન ફ્રોડ, વોટ્સએપ ન્યુડ વિડીયો કોલ જેવાં તમામ ક્રાઈમથી કઈ રીતે બચી શકાય તે તમામ માહિતીથી વાકેફ કરેલ કાર્યક્રમનું સંચાલન એન એસ એસ વિભાગના પ્રા.મહેશભાઈ પરમારે કરેલ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x