જી 20 અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ખાતે જી 20 અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં જી 20 અને ભારત વિષય પર નિબંધ લેખન કરવામાં આવ્યું હતું. કુલ 63 જેટલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો એ ભાગ લીધો હતો. તેમાં પ્રથમ ક્રમે જીજ્ઞાબેન પંચાલ, બીજા ક્રમે અસ્મિતાબેન રબારી અને ત્રીજા ક્રમે પ્રિતિકાબેન વસાવા અને કિરણ ચૌહાણ એ પ્રાપ્ત કર્યો હતો. નિર્ણાયક તરીકે ની ભૂમિકા ડૉ.દિવ્યેશભાઈ ભટ્ટ અને ડૉ. જનમાં બેન વસાવડા એ નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંયોજક શ્રી ડૉ રાજેન્દ્ર જોશી ના માર્ગદર્શન હેઠળ જી 20 ના કોઓર્ડીનેટર અને રાષ્ટ્રીય સેવા યોજના એકમ ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.મોતીભાઈ દેવું દ્વારા કરવામાં આવ્યું હતું. આમ જી 20 અંતર્ગત વિવિધ કાર્યક્રમો વર્ષ દરમ્યાન યોજાશે.