મનોરંજન

જિંદગી તમને જ્યાં પણ રોપે, આકર્ષણ રીતે ખીલો, શુભ સવાર”.ઃ કિંજલ દવે

ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. દેખાવમાં રૂપકડી એવી કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે. ત્યારે ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. પાંચેક વર્ષ અગાઉ પવન જાશી સાથે કિંજલ દવેએ સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચારા વાયુવેગે ફેલાયા છે. કિંજલ દવેની સગાઈ સાટા પદ્ધતિથી કરાઈ હતી, અને આ જ કારણે તેની સગાઈ તૂટી.

સગાઈ તૂટ્યા બાદથી ગુજરાતી સિંગર કિંજલ દવેએ જાણે મૌન પાળ્યું છે, પરંતું હાલ ફેસબુક પર શેર કરેલી તેમની પહેલી પોસ્ટ તેમના તૂટેલા દિલના હાલ બયાં કરે છે. સગાઈ તૂટ્યાના ત્રણ ચાર દિવસ થઈ ગયા બાદ કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પહેલી પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓ હીચકા પર બેઠેલા જાવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતાં કિંજલ દવે કેપ્શનમાં લખ્યું છે કે, “જિંદગી તમને જ્યાં પણ રોપે, આકર્ષણ રીતે ખીલો, શુભ સવાર”.
કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છે. પાંચ વર્ષ પહેલા ચાહકોની આવી લાડલી કિંજલના સગાઈના સમાચાર મળ્યા હતા. કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન જાશી સાથે થઈ હતી. સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશની સગાઈ કરવામાં આવી હતી. કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરાઈ હતી. પવન જાશીની બહેને અન્ય જગ્યા એ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x