ગુજરાત

કાંકરેજના શિહોરીની ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગતા એક બાળકનું મોત

બનાસકાંઠા જિલ્લાના કાંકરગેના શિહોરીમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આ ઘટનામાં ICUમાં દાખલ ત્રણ બાળકોમાંથી એકનું મોત થયું હતું. જ્યારે બે બાળકોને સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, ગ્રામજનોનો આરોપ છે કે ડૉક્ટર ત્યાં હાજર ન હોવાને કારણે લોકો ડૉક્ટરને બોલાવવા તેમના ઘરે ગયા અને ત્યાં તેમણે લોકો સાથે ગેરવર્તન કર્યું. સરકારી તબીબની મનમાની સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે અને સરકારી દવાખાના પાસે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું છે.

શિહોરીની હની હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગના કારણે બાળકોની હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ICUમાં દાખલ ત્રણ બાળકોમાંથી એકનું મોત થયું હતું. જ્યારે અન્ય બાળકોને સિહોરીની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરાયા હતા. જો કે રેફરલ હોસ્પિટલના તબીબે મનમાની કરી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.
ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. જેના કારણે આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જ્યારે અન્ય બાળકોની હાલત નાજુક હોવાથી તેઓને સારવાર અર્થે અર્થ સિહોરી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. ICUમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે.
શિહોરીની સરકારી રેફરલ હોસ્પિટલે લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે બાળકોને આ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ડોક્ટરે પહેલા તો તેમની સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે તેમની સાથે મનસ્વી રીતે સારવાર કરવામાં આવી હતી. જેના કારણે લોકોમાં ડોક્ટર સામે રોષ જોવા મળી રહ્યો છે. ગંભીર હાલતમાં બાળકોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ ન કરવા અને તબીબની મનમાની કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સિહોરીના સ્થાનિક લોકોએ ભેગા મળી શિહોરીની રેફરલ હોસ્પિટલના તબીબની બદલીની માંગણી કરી હતી. શિહોરી શહેરમાં તમામ દુકાનો બંધ કરાવીને લોકોએ ડોક્ટરની બદલીની માંગ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *