જિલ્લામાં આયુષ્યમાન ભારત ડિજિટલ મીશનની કામગીરી સઘન કરવા સૂચના
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત ડિઝીટલ મીશનની કામગીરી આરોગ્ય કેન્દ્રોમાં સઘન કરવાની સુચના આપી છે. જે અંતર્ગત જિલ્લાના સામુહિક, પ્રાથમિક, પેટા આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોમાં કરવામાં આવે છે. ત્યારે આરોગ્ય કેન્દ્રોની ચકાસણીનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમે આપી હતી. જે અંતર્ગત નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ગૌત્તમ નાયકે જિલ્લાના પાંચ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
જિલ્લાના પાંચ આરોગ્ય કેન્દ્રોમાં આયુષ્યમાન ભારત ડિઝીટલ મીશનની કામગીરી સઘન કરવાની સુચના આપી હતી. ઉપરાંત મમતા દિવસ નિમિત્તે રસીકરણ અને દવા માટે આવેલી સગર્ભા અને ધાત્રી મહિલાઓને તમાકુના વ્યસનથી થતાં નુકશાન અંગેની જાણકારી નાયબ જિલ્લા આરોગ્ય અધિકારીએ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત દરમિયાન આપી હતી.
જેમાં શિહોલી મોટી, પ્રાંતિયા, દશેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, જાખોરા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સાદરા સામુહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી. જોકે મમતા દિવસ હોવાથી સગર્ભા અને ધાત્રી મહિલાઓ રસીકરણ માટે આવી હોવાથી તેમને તમાકુના વ્યસનથી થતા નુકશાન અને ગેરફાયદા અંગેની જાણકારી આપી હતી.
આરોગ્ય કેન્દ્રોમાં આયુષ્યમાન ભારત ડિઝીટલ મીશનની કામગીરીની જાણકારી મેળવી હતી. ત્યારબાદ કામગીરીને સઘન કરવા તેમજ લોકો તેનો વધુને વધુ લાભ લે તેવી સુચના આપી હતી. ઉપરાંત સગર્ભા અને ધાત્રી માતાઓને તમાકુના વ્યસનથી થતાં નુકશાનની જાણકારી આપવા સુચના આપી હતી. જોકે સાદરા સામુહિક આરોગ્ય કેન્દ્રની પીએમજેવાયની કામગીરીમાં બીજા ક્રમે હોવાથી તેવી જ કામગીરી તમામ આરોગ્ય કેન્દ્રોએ કરવા સુચના આપી હતી.