રાજ્યના ૨૩ જિલ્લાઓમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં વધારો થયો
દેશમાં એક તરફ વિકાસની વાતો થઈ છે તો બીજી તરફ મોંધવારીની માર વચ્ચે ગરીબોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ રાજ્યમાં ગરીબી રેખા નીચે આવતા પરિવારો વિશે માહિતી જાહેર કરવામાં આવી હતી. આ માહિતી મુજબ રાજ્યમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં વધારો નોંધાયો છે.
રાજ્યના ૨૩ જિલ્લાઓમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોમાં વધારો થયેલો જાવા મળે છે. સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૨૧ માં ૧૨૯ અને વર્ષ ૨૦૨૨ માં ૧૭૨ પરિવારોનો વધારો થયો નોંધાયો છે. તો અમરેલી જીલ્લામાં વર્ષ ૨૦૨૧ માં ૩૦૯ અને વર્ષ ૨૦૨૨ માં ૧૧૯ પરિવાર વધ્યા છે.
જા મોટા મોટા જિલ્લાઓ અને મેટ્રો સીટી ગણાતા શહેરોની વાત કરવામાં આવે તો ત્યાં પણ ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારો સરખામણીએ વધ્યા છે. અમદાવાદ, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, જૂનાગઢ વગેરે શહેરોમાં અનુક્રમે પાછળના બે વર્ષમાં ૨,૪, ૭૮, ૧૯૯, ૪, ૧૭૦, ૧૪૯ જેટલા પરિવારો ગરીબી રેખા નીચે આવી ગયા છે. આ સાથે રાજ્યભરમાં વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ એમ બે વર્ષમાં કુલ લગભગ ૧૩૯૭ જેટલા પરિવારો ગરીબી રેખા નીચે આવી ગયા છે.