કોંગ્રેસના રાહુલ ગાંધીની સંસદ સભ્યતા થઈ રદ
રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું છે લોકસભા સચિવાલયે નોટિફિકેશન બહાર પાડ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા આ સંદર્ભમાં સાત લાઇનની સૂચના જારી કરવામાં આવી છે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે ગુરુવારે તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. પરંતુ આટલેથી રાહુલ ગાંધીની મુશ્કેલી અટકતી નથી. હવે તો વધુ મુસીબતો આવશે. કારણ કે, રાહુલ ગાંધી 6 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી. કોર્ટે રાહુલને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી છે.
રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ સચિવાલય, વડાપ્રધાન સચિવાલય, રાજ્યસભા સચિવાલય, ચૂંટણી પંચ, કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો, મુખ્ય ચૂંટણી અધિકારી, કેરળ, લાયઝન ઓફિસર, ડાયરેક્ટોરેટ ઓફ એસ્ટેટ, સંસદ ભવનની એનેક્સી, NDMC સચિવ, ટેલિકોમને એક-એક નકલ તથા સંપર્ક અધિકારી અને લોકસભા સચિવાલયના તમામ અધિકારીઓ અને શાખાઓને આ અંગે જાણ કરી દેવામાં આવી છે.
રાહુલને કોર્ટમાંથી તરત જ 30 દિવસના જામીન પણ મળી ગયા હતા. વહીવટી તંત્ર દ્વારા સુરતની સેશન્સ કોર્ટના નિર્ણયની નકલ લોકસભા સચિવાલયને મોકલાઈ હતીજેનો લોકસભા અધ્યક્ષે સ્વીકાર કરતાં જ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરાઈ છે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે, ત્યારબાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. આ રીતે રાહુલ ગાંધી કુલ 6 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.