ગુજરાતની તમામ જેલોમાં ગૃહ વિભાગના દરોડા, જેલમાં ચાલતી ગેરરીતિનો થશે પર્દાફાશ
ગાંધીનગર :
રાજ્યનું ગૃહ વિભાગ હરકતમાં આવ્યું છે અને ગુજરાતની તમામ જેલોમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત રાજ્યની તમામ જેલોમાં મોટાપાયે પોલીસ પહોંચી છે અને મેગા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, DG સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ રાજ્યની તમામ જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતની તમામ જેલોમા દરોડા ચાલુ છે, અને સૂત્રોનું માનીએ તો મોડી રાત સુધીમા કેદીઓને મોબાઈલ, ચિકન, દારૂ, સિગારેટની સુવિધાઓ આપતા અનેકના પટ્ટા ઉતરી જાય તો નવાઇ નહી.