ઓપરેશન જેલ: રાજ્યની 17 જેલમાં એક સાથે પોલીસના દરોડા
અમદાવાદઃ સાબરમતી સહિત ગુજરાતની 17 જેલોમાં પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા હતા. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, જુનાગઢ, જામનગર, પોરબંદર સહિતની જેલોમાં ગૃહ મંત્રાલય દ્વારા કાર્યવાહી હાથધરાઈ હતી.
રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત આજે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
ગુજરાતની 17 જેલોમાં રાતોરાત 1700 પોલીસકર્મીઓએ દરોડા પાડ્યા હતા. જેલમાંથી ઘણા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
ગુજરાતના DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, માહિતી મળી છે કે ક્યાંકથી મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસની સાથે સાથે સ્નિફર ડોગ પણ આ તપાસમાં સામેલ છે અને આ કામનું સંપૂર્ણ રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે.આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી
સાબરમતી સૌથી મોટી જેલ હોવાથી 300 પોલીસકર્મીઓએ ત્યાં દરોડા પાડ્યા