સાંસદ પદ ગુમાવ્યા બાદ પહેલી વાર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
લોકસભા સચિવાલયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરી દીધી છે.રાહુલ ગાંધીએ પહેલીવાર ટ્વીટ કર્યું હતું. જાહેર છે કે, ગુરુવારે સુરત કોર્ટે રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ અંગે આપેલા નિવેદન પર 2019માં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી
આ સમગ્ર મામલાને લઈને રાહુલ ગાંધી શનિવારે (25 માર્ચ) પ્રેસ કોન્ફરન્સ કરશે. આ સાથે કોંગ્રેસ કોર્ટમાં જવા અંગે પણ નિર્ણય લેશે.લોકસભાની સદસ્યતા રદ થયા બાદ કેરળના વાયનાડની બેઠક શુક્રવારે ખાલી જાહેર કરવામાં આવી હતી.
આ સીટ ખાલી થયા બાદ ચૂંટણી પંચ ટેકનિકલ આધાર પર પેટાચૂંટણી કરાવી શકે છે, કારણ કે 2024ની સામાન્ય ચૂંટણીમાં હજુ એક વર્ષથી વધુ સમય બાકી છે.રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાના અનેક સંભવિત પરિણામો હોઈ શકે છે, જેમાં તેમને આઠ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને તેમનો સરકારી બંગલો ખાલી કરવાનો સમાવેશ થાય છે.
સુરત કોર્ટના ગુરુવારના નિર્ણય પર રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિવેદનને ટાંકીને તેમણે ટ્વિટ કર્યું હતું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે
અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે રાહુલ ગાંધી કહેતા હતા કે કમનસીબે હું સંસદ સભ્ય છું. જે તેમના માટે દુર્ભાગ્ય હતું, આજે તેમને તેમાંથી પણ આઝાદી મળી છે.