ગુજરાત

કોંગ્રેસ પાર્ટીએ એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ૩૦૦થી વધુ સંમેલનો યોજવાનું નક્કી કર્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાસેથી સાંસદ પદ છીનવી લેવામાં આવ્યા બાદ પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થતો જાવા મળી રહ્યો છે. હકીકતમાં, ભૂતકાળમાં, ગુજરાતના સુરતની એક અદાલતે રાહુલ ગાંધીને ગુનાહિત માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે રાહુલને બે વર્ષની સજા ફટકારી છે. આ પછી રાહુલનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. હવે કોંગ્રેસ પાર્ટી એ જ ગુજરાત રાજ્યમાં એક મોટી યોજના બનાવી રહી છે જેમાં રાહુલ ગાંધીને કોર્ટે સજા ફટકારી હતી. કોંગ્રેસ પાર્ટીએ એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ૩૦૦થી વધુ સંમેલનો યોજવાનું નક્કી કર્યું છે.

કોંગ્રેસે નક્કી કર્યું છે કે પાર્ટી દ્વારા આ મહિને ગુજરાતમાં ૩૦૦થી વધુ સંમેલનોનું આયોજન કરવામાં આવશે. કોંગ્રેસ તરફથી મળેલી માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટે આ સંમેલનોનું આયોજન કરવામાં આવશે. પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકર્તાએ શનિવારે કહ્યું કે પાર્ટીના નેતા રાહુલ ગાંધીને હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પાર્ટી ૬થી ૧૨ એપ્રિલ અને ૧૫થી ૨૫ એપ્રિલ સુધી બે તબક્કામાં ૨૫૧ તાલુકા, ૩૩ જિલ્લા અને આઠ શહેરી કેન્દ્રોમાં સંમેલન યોજવાની યોજના બનાવી છે. રાહુલ ગાંધીને સમર્થન બતાવવા માટે ૨૦ એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધી ગુજરાતમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પોલીસની મંજૂરી મળે કે ન મળે પ્રદર્શન કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને મંજૂરી ન આપવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે. તેમણે કહ્યું કે જા વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવામાં આવે તો સરકાર સમાજના વિવિધ વર્ગોને અસર કરતા મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ રહીને લોકોના એકત્રીકરણનો ડર છે. ઠાકોરે કહ્યું કે, લોકશાહીમાં સત્તાવાળાઓએ અરજી પર વિરોધ કરવાની પરવાનગી આપવી ફરજિયાત છે. કોંગ્રેસે સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં પરવાનગી માટે અરજી કરવાનો નિર્ણય લીધો છે, અને પરવાનગી આપવામાં આવે કે ન મળે, પાર્ટી તેનો કાર્યક્રમ ચાલુ રાખશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x