ડૉ. શૈલેષ વાણીયા ” શૈલ ” ની સેવાઓ ને ધ્યાને લઇ નડિયાદ અસ્મિતા અભિવાદન સંસ્થા દ્વારા પુરસ્કારીત કરાયા
કર્મ હી ઈશ્વર કમૅ હી પૂજા સમાજ સેવામાં અગ્રેસર દિવ્યાંગ, વિધવા, વિકલાંગ જરૂરીયાત મંદોને રાહ ચિંધનાર નાગરિક સમાજ સેવક ૨૩ વર્ષથી શિક્ષકે તરીકે સનિષ્ઠ સેવાઓ પ્રદાન કરનાર સતત ગતિશીલ વડીલો પાસેથી આશીર્વાદ મેળવનાર સાહિત્ય રત્ન, શિક્ષણવિદ , પત્રકાર , સમાજસેવક ,ગાયક પંચ ગુણી પ્રતિભા ધરાવનાર ૧૬ જેટલી સામાજિક જાહેર સેવાઓમાં સક્રિય હોદ્દેદાર નિષ્ઠાવાન, પ્રામાણિક, ધાર્મિક, જનસેવક, કર્મશીલ , ઉપાસક , સાધક માત્ર દયાભાવના નહીં કર્તવ્ય ભાવના સાથે આંગળી ચીંધનાર સરકારી યોજનાઓ થી લોકોને જાગૃત કરનાર પ્રધાનમંત્રી યોજના , જન ધન યોજના , મા કાર્ડ , આધાર કાર્ડ વિવિધ હેતુ લક્ષી માહિતી આપનાર વધુ લાભ લે એ માટે સલાહકાર ડૉ. શૈલેષ વાણીયા ” શૈલ ” ની સેવાઓ ને ધ્યાને લઇ નડિયાદ અસ્મિતા અભિવાદન સંસ્થા દ્વારા માનનીય શ્રી પંકજભાઇ દેસાઇ તથા માનનીય શ્રી દેવુસિંહ ચૌહાણ ના હસ્તક પુરસ્કાર . આઈ સી ખોડિયાર ટ્સ્ટ ખેડા જીલ્લો ના પ્રમુખ શ્રી બિપન શર્મા દ્વારા સન્માન પ્રદાન કરનાર, જી . સી . પી . સી ,સંસ્થા ના મંત્રી, મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા દ્વારા અનેક પુરસ્કાર પ્રાપ્ત કરનાર , ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ના રાષ્ટ્રીય અધ્યક્ષ, ખંભોળજ પેરિસ કાઉન્સિલના પ્રમુખ તરીકે ઓળખાતા , આપણી મા સામાયિકના તંત્રી બાળ લાડીલા શિક્ષક અનેક સંસ્થાઓમાં કાર્યરત, સાહિત્ય ક્ષેત્રે હિન્દી , ગુજરાતી માં લેખન , લઘુવાર્તા, ગઝલ, કવિતા તેઓના નામે શૈલ તખલ્લુસ થી ઓળખાતા ૪૯ વર્ષની વયે પહોંચેલ જાણે ૨૬ વર્ષના યુવાનને પ્રેરણાદાયી કાર્ય શૈલી તેઓ ધરાવે છે . કોરોના મહામારી જેવી પરિસ્થિતિ માં ઓનલાઇન શિક્ષણની સાથે ૫૫૨૩ ( પાંચ હજાર પાંચસો તેવીસ) પ્રમાણપત્ર તેઓએ પોતાના નામ કરેલા છે . આ વર્ષમાં કુલ પાંચ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા , શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માનનીય અશોક રાઠોડ સરના વરદ હસ્તે ગોબલ બંજારા ફાઉન્ડેશન , બીજો એવોર્ડ, ડોક્ટર પ્રદ્યુમન ડેલટજેમ્સ રાષ્ટ્રીય સંસ્થા આઈકોન , ત્રીજો એવોર્ડ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ડોક્ટર ગુલાબચંદ પટેલ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, વીર ભગતસિંહ શિક્ષક એવોર્ડ, ટીમ મંથન સંસ્થાના પ્રેરક શ્રી શૈલેષ પ્રજાપતિ સર દ્વારા સન્માનિત અનેક વાર બ્લડ ડોનેટ કરેલ છે . વિ.ડે. પરિવાર દ્વારા ખાનપુર ,ખેરડા જેવા અંતરિયાળ ગામોમાં અનાજ કીટનું વિતરણ કાર્યમાં મદદરૂપ બનેલ સા . રે . ગા . મા . ગુજરાત ઓનલાઈન માં સારો દેખાવ કરવા બદલ અભિનંદન શુભેચ્છા પ્રદાન થયેલ ડૉ. શૈલેષ વાણીયા શૈલ ને તેમની જ વિદ્યાર્થીની દિવ્યા પરમાર હાલ સરકારી સ્ટાફ નર્સ તરીકે સેવા આપનાર આજે તારીખ 2 એપ્રિલ 2023 રવિવાર ના રોજ તેઓના મુકામે ખંભોળજ, આણંદ ગોકુલધામ સોસાયટીમાં આવી પુષ્પોથી સન્માનિત કરે છે.