ગુજરાત

ઇતિહાસ ની એરણ પર અમદાવાદ વિષય પર ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વ્યાખ્યાન યોજાયું.

ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા દર મહિનાના પ્રથમ સોમવારના રોજ શતાબ્દી વ્યાખ્યાન શ્રેણી માં કુલપતિ સ્મૃતિ વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવે છે. એપ્રિલ 2023 ના પ્રથમ સોમવારના રોજ શ્રી મોરારજી દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. તેમાં ઇતિહાસની એરણ પર અમદાવાદ વિષય પર પ્રો. ડૉ.સુભાષ બ્રહ્મભટ્ટ એ અમદાવાદ ના વિવિધ નામોથી શરૂ કરી આઝાદીની ચળવળ માં અમદાવાદની ભૂમિકા, અમદાવાદ નો ક્રમ બદ્ધ ઇતિહાસ, સ્થાપત્યો, વિશેષતાઓ, શ્રેષ્ઠીઓ, અમદાવાદ ની અર્થ વ્યવસ્થા, બજાર, લોકો, મહાજન, વિવિધ પોળો વગેરે વિવિધ સંદર્ભ સાહિત્ય ના ઉલ્લેખો સહિત વિગતે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં અઘ્યક્ષ સ્થાને ગૂજરાત વિદ્યાપીઠ ના કુલનાયક ડૉ.ભરતભાઈ જોશી, કુલ સચિવશ્રી ડૉ.નિખિલ ભાઈ ભટ્ટ, ઇતિહાસ વિભાગના અઘ્યક્ષ ડૉ.કનૈયાલાલ નાયક અને મહાનુભવો, અધ્યાપક શ્રીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરુઆત વિદ્યાપીઠ સોંગ થી કરી હતી. ત્યારબાદ સુતરની આંટિથી મહેમાનોનું સ્વાગત, શાબ્દિક સ્વાગત અને પરિચય કુલસચિવ શ્રી ડૉ.નિખિલ ભાઈ ભટ્ટે કર્યું હતું. પ્રાસંગિક ઉદબોધન ડો.કનૈયાલાલ નાયક એ કર્યું હતું. વક્તા શ્રી ડૉ.સુભાષ બ્રહ્મભટ્ટ એ ઇતિહાસની એરણ પર અમદાવાદ વિષય પર વ્યાખ્યાન આપ્યું. કાર્યક્રમના અધ્યક્ષ કુલનાયક શ્રી પ્રોફેસર ડૉ.ભરતભાઈ જોશી એ અધ્યક્ષીય પ્રવચન માં વિવિધ પ્રસંગો અને સ્થાનિક ઇતિહાસ ની વાતો તથા નવી શિક્ષણ નીતિ 2020 ની વિવિધ બાબતોમાં સ્થાનિક ઇતિહાસ ને સ્થાન આપ્યું છે. તેની ઉદાહરણ સહિત રસપ્રદ પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમ નું આભાર દર્શન ડૉ.મોતીભાઈ દેવું એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. વિક્રમસિંહ અમરાવત એ કર્યું હતું. આ કાર્યક્રમ માં ડૉ.સંજય ભાઈ મકવાણા તથા મુંજાલ ભીમદાડકર અને સમગ્ર ઇતિહાસ વિભાગ ની મહત્વની ભૂમિકા રહી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x