મનોરંજન

દ્રશ્યમ ૨ ફેમ ઇશિતા દત્તાના ઘરે ગુંજશે કિલકારી

અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી અને ‘દ્રશ્યમ ૨’ ફેમ એક્ટ્રેસ ઇશિતા દત્તાએ તાજેતરમાં જ પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી.ઈશિતા દત્તા ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. ત્યારે આ દિવસોમાં તે તેની પ્રેગ્નેંસીનો ભરપૂર આનંદ માણી રહી છે અને તેની ફેશનથી દિલ પણ જીતી રહી છે. લૂઝ-ફિટિંગ ડ્રેસમાં તેણે કેટલીક તસવીરો શેર કરી, જેમાં તેનો લુક ખૂબ જ ક્યૂટ જાવા મળ્યો. તેના લેટેસ્ટ ફોટોશૂટની સુંદર તસવીરો જાઈને તમે પણ હેરાન રહી જશો.

અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી ઈશિતા દત્તા પ્રિન્ટેડ મેક્સી ડ્રેસમાં તેના બેબી બંપને ફ્લોન્ટ કરતી જાવા મળે છે. નો મેકઅપ લુકમાં ઈશિતાનો પ્રેગ્નેંસી ગ્લો જાવા જેવો છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું,ઓઓટીડી જણાવી દઇએ કે, ઇશિતા દત્તાએ કેટલાક દિવસ પહેલા જ તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી અને તેણે તેના પતિ સાથેની બીચ પરની બે તસવીરો શેર કરી હતી.
જેમાં વત્સલ શેઠ ઇશિતાના બેબી બંપને કિસ કરતો પણ જાવા મળ્યો હતો. આ ઉપરાંત તેણે હાલમાં જ એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી હતી, જેમાં તેના હાથમાં ચોકલેટ બોલ જાઈ શકાય છે અને આ સાથે તેણે કેપ્શન લખ્યુ હતુ- આજની ક્રેવિંગ. આ સિવાય ઇશિતાએ હાલમાં બ્લુ સિÂક્વન ડ્રેસમાં પણ કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં પણ તે તેના બેબી બંપને ફ્લોન્ટ કરતી જાવા મળી હતી.
ઇશિતાના ડ્રેસની સ્ટાઇલિશ સ્લીવ્ઝ આંખને આકર્ષિત કરતી હતી કારણ કે તેમાં કટ-આઉટ ડિટેઇલ દર્શાવવામાં આવી હતી. આ લુક કમ્પ્લીટ કરતી વખતે હસીનાએ બ્લેક મીની બેગ કેરી કરી હતી. ૩૨ વર્ષની અભિનેત્રી ઈશિતા દત્તા થોડા દિવસો પહેલા મુંબઈ એરપોર્ટ પર જાવા મળી હતી. આ દરમિયાન ઈશિતા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જાવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં કેટલાક દિવસ પહેલા જ અભિનેત્રી એરપોર્ટ પર જાવા મળી હતી અને ત્યારે તેનો બેબી બંપ જાઇ લોકોએ તેને શુભકામનાઓ આપવાની ચાલુ કરી દીધી હતી. જા કે અભિનેત્રીએ તે સમયે આ સમાચારને સત્તાવાર જાહેર કર્યા ન હતા, પરંતુ થોડા દિવસો પછી તેણે તેના પતિ અને અભિનેતા વત્સલ સેઠ સાથે બીચ પર ફોટોશૂટ કરાવતી તસવીરો શેર કરી અને પ્રેગ્નેંસીની જાહેરાત કરી.
આ તસવીરો શેર કરતા અભિનેત્રીએ ‘બેબી ઓન બોર્ડ’ લખ્યુ હતુ. તમને જણાવી દઈએ કે ઈશિતા દત્તાએ વર્ષ ૨૦૧૭માં બોલિવૂડ એક્ટર વત્સલ સેઠ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ૬ વર્ષ બાદ આ કપલ પહેલીવાર માતા-પિતા બનવા જઇ રહ્યુ છે. ઇશિતા બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે ‘દ્રશ્યમ’ અને ‘દ્રશ્યમ ૨’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં તે અજય દેવગનની પુત્રીના રોલમાં જાવા મળી હતી. આ ફિલ્મમાં ઈશિતાની એÂક્ટંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઈશિતા ‘બેપનાહ પ્યાર’, ‘સૌદાગર’ જેવા ટીવી શો માટે જાણીતી છે અને ફિલ્મ ‘દ્રશ્યમ’ પછી તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x