સેકટર- ૧૭ સરકારી પુસ્તકાલયની સામે આવેલ ખુલ્લા પાર્કિંગમાં શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન
આપણાં વ્યવસાય, પરિવાર અને વ્યકિતગત જીવનમાં પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત થાય તેવા શુભહેતુથી શ્રી સંજયભાઇ ગિરીશચંદ્ર ત્રિવેદી અને તેમનો ત્રિવેદી પરિવાર – રાંધેજા ધ્વારા ગાંધીનગર શહેરની સેકટર- ૧૭, ટાઉનહોલની સામે આવેલ સરકારી પુસ્તકાલયની સામે આવેલ ખુલ્લા પાર્કિંગમાં * શ્રી હનુમાન ચાલીસા કથા ” નું આયોજન કરવામાં આવેલ છે. આવો શુભ અવસર આપણને સાંપડયો છે.
આ હનુમાન ચાલીસાનો વિસ્તૃત અર્થસભર કથા પ્રસિધ્ધ ભાગવત કથાકાર અને જીવન પ્રબંધન વિધ્વાન પૂજય શ્રી ભુપેન્દ્રભાઇ પંડયાજીની અમૃતવાણીમાં આપણને લાભ મળશે. હનુમાનજી મહારાજનો આધાર લઇ આ એક નવા પ્રકારનો મોટીવેશનલ સેમિનર ટાઇપનો કાર્યક્રમ છે, જેમાં ૨૧ મી સદીમાં પડતી મુશ્કેલીઓ નિરાશા અને નકારાત્મક જીવનને તેજસ્વી અને ઉર્જાવાન સહસફળ બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવા જઇ રહયા છે,
કથા દરમિયાન ગુજરાત ભરમાંથી સાધુ સંતો, રાજકીય મહાનુભાવો પણ પધારનાર છે. વિશેષ તા. ૧૧-૦૪-૨૦૨૩ ના રોજ શ્રી ઘ્વારકા શારદાપીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રી” ખાસ ઉપસ્થિત રહેવાના છે. જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રીની દિવ્યવાણી તથા આર્શાવચનનો જાહેર જનતાને પણ લાભ મળશે.
કળયુગના આરાધ્ય દેવ શ્રી હનુમાનજી મહારાજની કથાનું શ્રવણ ગાંધીનગરની તેમજ આજુબાજુના ગામની જાહેર જનતાને લાભ મળે તે હેતુથી તેમજ હનુમાનજી મહારાજના જીવનચરિત્ર વિશે યુવાનો વધુનેવધુ માહીતગાર થાય અને જીવનમાં પ્રેરણા બળ પ્રાપ્ત કરે તે માટે બહોળા પ્રચાર અને પ્રસાર અર્થે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રિવેદી પરિવાર, સમસ્ત બ્રહમસમાજ, ગાંધીનગર, સગા – સંબંધિ, મિત્રો તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમાજ ટ્રસ્ટની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. આ કાર્યક્રમનું ૧૧૬ દેશોમાં લાઇવ પ્રસારણ થનાર છે. ો આ કથાનો તમામ જનતાને જાહેર નિમંત્રણ છે.