મુખ્યમંત્રી કાર્યાલયના ઓએસડી વી ડી વાઘેલાને કરાયા ફરજ મુક્ત કરાયા
મુખ્યમંત્રી કાર્યાલયના ઓએસડી વી ડી વાઘેલાને કરાયા ફરજ મુક્ત કરાયા છે. હિતેશ પંડ્યા બાદ વી ડી વાઘેલાને પણ મુખ્યમંત્રી કાર્યાલયની કામગીરીથી મુક્ત કરાયા છે. મુખ્યપ્રધાન કાર્યાલયમાં ગણતરીના જ દિવસોમા બે અધિકારીઓને ફરજ મુક્ત કરતા, અધિકારીવર્ગમાં સોપો પડી ગયો છે.
ઠગ કિરણ પટેલના કારનામા અંગે અનેક ખુલાસા સામે આવતા રહે છે. અનેક નેતાઓ, અધિકારીઓના નામો ખુલી રહ્યા છે. ત્યારે આખાય કેસમાં સીએમઓના પીઆરઓ હિતેષ પંડ્યાના દીકરા અમિત પંડ્યાનું નામ બહાર આવતા જ પિતાએ રાજીનામું આપ્યું છે. જા કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હિતેષ પંડ્યાની હકાલપટ્ટી કરવામાં આવી છે.
હિતેષ પંડ્યાના પુત્ર અમિતનું નામ કૌભાંડી કિરણ પટેલના કેસમાં સંડોવાતા સરકારની છબી ખરડાતી હતી, જેના કારણે હિતેષ પંડ્યાને પાણીચું આપવામાં આવ્યું હોવાની ચર્ચા હતી. જા કે હિતેષ પંડ્યાએ પોતે નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતુ. હિતેષ પંડ્યાએ ટીવીનાઈન સાથે કરેલી વાતચીતમાં અનેક ખુલાસાઓ કર્યા હતા.
સૌથી પહેલા તો તેમણે રાજીનામું આપતા પાછળનું મુખ્ય કારણ જણાવતા કહ્યું હતુ કે, તેમના નામને લઈને ખોટી રીતે ભાજપના મોટા નેતાઓની બદનામી થઈ રહ્યા હતા. તેથી જ તેમને સ્વચ્છાએ રાજીનામું ધરી દીધું હતુ. સાથે જ તેમણે એવું પણ કર્યું કે, તેમને ટાર્ગેટ કરીને પાયાવગરની વાતો ફેલાઈ રહી હતી.
આરોપોને ફગાવતા તેમણે દીકરાનો પણ બચાવ કર્યો હતો. અમિત પંડ્યા અને કિરણ પટેલનો ભાગીદારીથી વેપાર છે, તે વાતનો રદિયો આપ્યો હતો. ૨૦૦૪માં બંને એક સાથે આઈટી ફર્મમાં સાથે નોકરી કરતાં હોવાથી ઓળખાણ થઈ હોવાની સ્પષ્ટતા કરી હતી. સાથે જ તેમણે એવો દાવો કર્યો હતો કે, આખાય કૌભાંડમાં હિતેષ પંડ્યા અને અમિત પંડ્યાની કોઈ પણ રીતે સંડોવણીની તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તાજેતરમાં જ સનદી અધિકારીઓની બદલી કરી હતી. આ બદલીમાં અનેક અધિકારીઓને તેમની કામગીરી પ્રમાણમાં ફરજ સોપવામાં આવી હતી. કેટલાક અધિકારીઓને સચિવાલયમાં મુકવામાં આવ્યા હતા. તો કેટલાક અધિકારીઓને જિલ્લાનો પ્રભાર સોપવામાં આવ્યો હતો. ટુંકમાં એમ કહી શકાય કે, સમગ્ર વહીવટ તંત્રમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે.