આગ ઝરતી ગરમી સહન કરવા રહેજા તૈયાર ! આજથી તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો થશે વધારો
છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જા કે ગુજરાતમાં કમોસમી વરસાદથી હવે આંશિક રાહત મળશે. આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહીવત્ છે. સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા હવે કમોસમી વરસાદની શક્યતા નહીવત રહેશે. જાકે આજે સૌરાષ્ટÙમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.
આખા માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસતો રહ્યો છે. એપ્રિલ મહિનાની શરુઆતમાં પણ થોડા દિવસ લોકોએ કમોસમી વરસાદનો માર સહન કરવો પડ્યો છે. જા કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા નહીંવત છે.
આજે સૌરાષ્ટÙમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં આજે વરસાદની શક્યતા છે. આવતીકાલથી તાપમાનનો પારો ઉંચો જવાની શરૂઆત થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન ૩ થી ૪ ડિગ્રી વધશે. આગામી દિવસોમાં તાપમાન ૪૦ ડિગ્રી સુધી પોહચવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ જાવા મળશે. મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરને પગલે છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોનો મહામુલો પાક બરબાદ થઇ ગયો હતો. કમોસમી વરસાદના કારણે ઘઉં, લસણ અને ડુંગળીના પાકને નુકસાન થયુ છે.