રાષ્ટ્રીય

સાબરમતીનું પાણી પીવા કે નહાવા યોગ્ય નથી

સાબરમતી સહિત રાજ્યની 13 નદીઓ દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં સામેલ છે. રિવરફ્રન્ટ પર સરકારે અનેક નજારો બનાવ્યા છે, પરંતુ સાબરમતીના પાણી નહાવા યોગ્ય નથી, પીવા માટે પણ યોગ્ય નથી. લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે સાબરમતી રાજ્યની સૌથી પ્રદૂષિત નદી છે. આ પછી ભાદર, ખારી, અમલખાડી, વિશ્વામિત્રી, ધાધર, મીંઢોળા, મહી, શેઢી, ભોગવો, દમણ ગંગા, ચીચી ખાડી અને તાપી છે.

કેન્દ્રીય પ્રદૂષણ મંત્રાલય મુજબ સાબરમતીમાં બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) 292 mg છે. નિયમો અનુસાર, જો BOD 3 મિલિગ્રામથી વધુ હોય તો પાણી નહાવા માટે યોગ્ય નથી. રાજ્યનો પ્રથમ રિવરફ્રન્ટ સાબરમતીમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ મોડલને ધ્યાનમાં રાખીને સુરત સહિત અન્ય શહેરોમાં રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
સાબરમતી નદીના કિનારે આવેલા ઉદ્યોગો ઝેરી કચરો અને પ્રદૂષિત પાણી નદીમાં છોડે છે. કેટલીક જગ્યાએ ટ્રીટમેન્ટ વિનાનું પાણી સીધું નદીમાં છોડવામાં આવતું હોવાની સતત ફરિયાદો ઉઠી છે, આવી સ્થિતિમાં સાબરમતી નદીના પાણીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે સૌથી વધુ પ્રદૂષિત હોવાનું જાણવા મળ્યું છે. નદીમાં પ્રદૂષણના મુદ્દે હાઈકોર્ટે પણ ઝાટકણી કાઢી છે.
સાબરમતી નદી રાજ્યની સૌથી પ્રદૂષિત નદી છે. જોકે કેન્દ્ર સરકારે ત્રણ વર્ષથી સાબરમતીના શુદ્ધિકરણ માટે કોઈ ગ્રાન્ટ આપી નથી. રાજ્ય સરકારે 2021-22માં સાબરમતીના શુદ્ધિકરણ અને સંરક્ષણ માટે 17.45 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ પછી ગત વર્ષ 2022-23માં એક રૂપિયો પણ ફાળવવામાં આવ્યો નથી. તેમજ સાબરમતી નદી માટે વર્ષ 2019-20 અને 2020-21માં એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x