“જિલ્લા રોજગાર કચેરી દ્વારા ગાંધીનગર ખાતે તા.11-07-2025 ના રોજ રોજગાર ભરતી મેળા યોજાશે”
જીલ્લા રોજગાર કચેરી દ્વારા ગાંધીનગર ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૧/૦૭/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે તાલુકા પંચાયત હોલ, તાલુકા પંચાયત, કલોલ કોર્ટની સામે, પંડિત દીન દયાલ સંકુલ, કલોલ, જી. ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં ગાંધીનગર જીલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડ, કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઊત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF171124646 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમજ રોજગાર કચેરીમાં નોંધણી કરાવવા ઇચ્છુક ઉમેદવારો પોતાના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, એલ.સી, લાગુ પડતી જાતિ અંગેનુ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે રૂબરૂ હાજર રહેવું એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે. વધુ માહિતી માટે ફોનઃ-(૦૭૯) ૨૩૨૨૦૯૬૬, ૨૩૨૫૯૦૭૯.
વેબસાઇટ:-anubandham.gujarat.gov.in
ઇમેલ:-dee-gnr@gujarat.gov.in પર સંપર્ક કરવો.