ગુજરાત

સમૌમાં છબીલા મંદિરે ભવ્ય જન્મોત્સવ યોજાયો ગ્રામજનોએ ૫૬ પ્રકારની અલગ અલગ ફ્લેવરની કેક કાપી.

માણસા તાલુકાના સમૌ ગામે આજે હનુમાન જન્મોત્સવ ના પવિત્ર દિવસે આ પંથકનું સુપ્રસિદ્ધ છબીલા હનુમાન દાદા નું મંદિર શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે આજે તેમની જન્મ જયંતિ નિમિત્તે ગ્રામજનો તથા મંદિરના વહીવટી ગણ દ્વારા દાદા ને ૫૬ પ્રકારની અલગ અલગ ફ્લેવર ની કેક કાપી ને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આજે હનુમાન જન્મોત્સવના દીવસે માણસા તાલુકાના સમૌ ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી છબીલા હનુમાનજી મંદિર માં ભવ્ય હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ નિમિત્તે અંદાજિત ત્રીસ હજાર ની જનમેદની શ્રી છબીલા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ઉમટી પડી હતી. ગ્રામજનો અને દર્શનાર્થીઓ માટે આ દિવસ નું વિશેષ મહત્વ ગણવામાં આવે છે. સાથે સાથે અલગ અલગ જગ્યાએ થી શ્રદ્ધાળુઓ સંઘ લઈને દાદા ના મંદીરે દર્શન કરવા ઉમટી પડયા હતા.અને આ દિવસે શ્રી છબીલા હનુમાનજી દાદાને નવા વસ્ત્રો (આંગી) દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો.ત્યારબાદ મંગળા આરતી બાદ સવારથી જ શ્રી છબીલા હનુમાનજી દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અને મહા મારૂતિ યજ્ઞ ની પણ શરુઆત સવારથી જ ધૂમધામથી શરૂ કરી કરી હતી.

ત્યારબાદ બપોરે ૧૨:૩૯ કલાકે શ્રી છબીલા હનુમાનજી દાદા ના મંદિરના ચોકમાં ૫૬ પ્રકારની અલગ અલગ કેક કાપી ગ્રામજનો અને બહારથી આવેલા હરિભકતો દ્વારા હનુમાનજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.તદુપરાંત અંદાજિત ૧૫ ડબ્બા ઘી નો મહાપ્રસાદ દર્શનાર્થીઓ તથા ગ્રામજનો ને વિતરણ કરવામાં આવ્યો હતો. બહારથી આવેલા દર્શનાર્થીઓ માટે અને ગ્રામજનો માટે શ્રી છબીલા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફ્થી બપોર પ્રસાદ લેવા માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોર ૧:૩૯ કલાકે “એક કદમ આસ્થા કી ઓર” ના સ્લોગન સાથે ગામજનો તથા બહારથી આવેલા દર્શનાર્થીઓ દ્વારા સમૂહમાં દોરાને મંત્રોચ્ચાર વડે દોરાને ૧૦૮ ગાંઠ વાળવાનો કાર્યક્રમનું પણ આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. અને એ જ કાર્યક્રમ ની પુર્ણાહુતી પછી તરત જ દર્શનાર્થીઓ દ્વારા “દાદા સાંભળે સાદ” ગીત નું ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સાંજે ૫:૩૦ કલાકે મહા મારૂતિ યજ્ઞ ની પૂર્ણાહૂતિની આરતી ગ્રામજનો દ્વારા સમુહ માં આરતી કરવામાં આવી હતી. અને ગ્રામજનો દ્વારા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતનાં ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે સાથે શ્રી છબીલા હનુમાનજી મંદીરના ટ્રસ્ટી મંડળ વતીથી એલ ડી ચૌધરી તથા બળદેવભાઈ વેલજીભાઈ ચૌધરી દ્વારા શ્રી છબીલા હનુમાનજી દાદાના નવા ગીતો બનાવનાર કલાકારો નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x