આરોગ્યરાષ્ટ્રીય

દેશમાં કોરોના થયો બેકાબૂ, એકજ દિવસમાં 10000થી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ

ભારત દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,158 નવા કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસની સંખ્યા 44,998 પર પહોંચી છે.

એપ્રિલ મહિનામાં નોંધાયેલા કેસ

12 એપ્રિલ 7830 નવા કેસ, 16નાં મૃત્યુ

11 એપ્રિલ 5676 નવા કેસ, 21નાં મૃત્યુ

10 એપ્રિલ 5880 નવા કેસ 14નાં મૃત્યુ

9 એપ્રિલ 5357 નવા કેસ,11નાં મૃત્યુ

8 એપ્રિલ 6155 નવા કેસ 11નાં મૃત્યુ

7 એપ્રિલ 6050 નવા કેસ, 14નાં મૃત્યુ

6 એપ્રિલ 5335 નવા કેસ, 6નાં મૃત્યુ

5 એપ્રિલ 4435 નવા કેસ, 12નાં મૃત્યુ

4 એપ્રિલ 3038 નવા કેસ, 7નાં મૃત્યુ

૩ એપ્રિલ 3641 નવા કેસ, 11નાં મૃત્યુ

2 એપ્રિલ 3824 નવા કેસ, 4નાં મૃત્યુ

1 એપ્રિલ 2994 નવા કેસ, 9નાં મૃત્યુકોરોના સંક્રમણના મામલા ફરી એકવાર હાહાકાર મચાવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળમાં લોકોની ચિંતા વધી રહી છે. સંક્રમણની ઝડપને જોતા ફરી એકવાર કોરોનાની નવી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને વાયરસના વધતા જતા ફેલાવાને ધ્યાનમાં રાખીને એલર્ટ રહેવા જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x