ગાંધીનગરગુજરાત

રાજ્યમાં ૧૫ એપ્રિલથી કેટલો થશે જંત્રી દર, પ્રીમિયમ દર અને પેઇડ FSI અંગે નિયમો જાણો

ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ૩ર-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ર૦૧૧ના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલમાં મુકવાનું ઠરાવેલ હતું. હવે રાજ્ય સરકાર દ્વારા તા.૧૫/૦૪/૨૦૨૩થી જંત્રીના ભાવો નીચે મુજબ અમલમાં મૂકવામાં આવશે.

(૧) રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-૨૦૧૧માં તા. ૦૪/૨/૨૦૨૩થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ તા.૧૫/૦૪/૨૦૨૩થી કરવાનુ અગાઉ તા. ૧૧/૨/૨૦૨૩ના ઠરાવથી ઠરાવેલ.

(ર) આ દરોમાં

(ક) ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનુ

(ખ) જયારે Composite rate (જમીન + બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે ૧.૮ ગણા કરવાનું, ઓફીસના ભાવ બે ગણાના બદલે ૧.૫ ગણા (દોઢા) કરવાનું, તથા દુકાનના ભાવ બે ગણા યથાવત રાખવાનુ તેમજ

(ગ) જંત્રી બાબતે ઇસ્યુ થયેલ તા. ૧૮/૪/૨૦૧૧ની ગાઈડ લાઇન મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નકકી થયેલ દરો તા. ૪/૨/૨૩થી બે ગણા કરેલ તેના બદલે હવે તા. ૧૫/૪/૨૦૨૩ થી આ દર ૧.૫ ગણા (દોઢા) કરવાનું આથી ઠરાવવામાં આવે છે.

(૩) પ્રિમિયમના દરમાં ઘટાડો કરવા બાબત

ખેતીથી – ખેતી ૨૫% ના બદલે ૨૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.

ખેતીથી – બિનખેતી ૪૦% ને બદલે ૩૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.

પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના નિર્ણયો લેવામાં આવ્યા

(૪) પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે.

(૫) જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે.

(૬) જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલવામાં આવશે.

(૭) પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના કોષ્ટકમાં જણાવેલ ઝોનમાં નવી જંત્રી અનુસાર વસુલવા પાત્ર રકમ જંત્રીના ટકાવારી અનુસાર દર્શાવ્યા પ્રમાણે વસુલવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x