રાજકોટમાં કનૈયાકુમારે કહ્યું, 2019માં મોદી તો જશે પણ રૂપાણીને પણ ઘરે લેતા જશે
રાજકોટ :
રાજકોટમાં પાસ નેતા હાર્દિક પટેલ, વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમારની રેલી યોજાઈ છે. હોસ્પિટલ ચોકથી સંવિધાન બચાવ રેલી નીકળી હતી. રેલી પહેલા ત્રણેય યુવા નેતાઓએ હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર કર્યા હતા. તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો કનૈયાએ પોતાના ભાષણમાં તેનો વિરોધ કરવા આવનારા લોકોને કહ્યું કે જો 2019માં મોદી સરકાર કેન્દ્રમાં પરત નહીં આવે તો ગુજરાતમાં રૂપાણીજી CM રહેશે કે નહીં રહે તે નક્કી નથી.
કનૈયાની રેલીમાં વિરોધ
રાજકોટમાં હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને કનૈયાકુમારની સંવિધાન બચાવો રેલીનો કેટલીક જગ્યાએ વિરોધ પણ થયો હતો. જ્યુબીલી ચોક પાસે કેટલાક યુવાનોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કર્યો. અને ગો-બેક ના નારા લગાવ્યા. પોલીસે દેખાવકાર યુવાનોની અટકાયત કરી.
હાર્દિક ચૂંટણી નહીં લડે
લોકસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલ પોતે ચૂંટણી લડવી કે કેમ તેના પર અસમંજસમાં જોવા મળે છે. રાજકોટમાં હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે, 2019માં લડું કે નહીં તે નક્કી નહીં પણ ચૂંટણી લડીશ એ ચોક્કસ છે. આમ તેણે ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી અને 2019માં ચૂંટણી લડશે કે કેમ તેનો ફોડ પાડ્યો ન હતો. રાજકોટમાં કનૈયા કુમારની સંવિધાન બચાવ રેલીમા તે ઉપસ્થિત રહ્યો. જોક તે પહેલા આયોજિત પત્રકર પરિષદમાં તેણે ચૂંટણી લડવા પર પ્રતિક્રિયા આપી હતી.
જિજ્ઞેશ મેવાણી લોકસભા ચૂંટણી લડશે….
રાજકોટમાં બંધારણ બચાવો રેલીમાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ સામેલ થયો હતો. જેમાં તેણે લોકસભા ચૂંટણી લડવા પર પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યું હતું કે મારા ખોટા મેસેજ સોશિયલી મીડિયા પર ફરી રહ્યા છે. પરંતુ હું લોકસભા ચૂંટણી નહી લડું. સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.