રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના સહયોગથી આજે મેડીકલ કેમ્પનું આયોજન
ગાંધીનગર
આજે શનિવારના રોજ સ્વ. જશવંતસિંહ રાઠોડ સુપર સ્પેશ્યાલિસ્ટ આયુર્વેદ સેન્ટર, કુડાસણ ખાતે બપોરે ૧૨ થી સાંજે ૪ ક્લાક સુધી ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં સચોટ નિદાન સાથે આયુર્વેદ તથા યોગાથેરાપી દ્વારા ડાયાબિટીસ કંટ્રોલ કરવાનું માર્ગદર્શન સહિત ફ્રી સુગર ચેક અપ, ફ્રી ડાયટ કાઉન્સેલિંગ, ફ્રી કન્સલ્ટેશન અને રાહત દરેક દવાઓ આપવામાં આવશે.
આ કેમ્પમાં ડો. સુચિતાબેન ઝવેરી (આયુર્વેદ ફિઝિશિયન) દ્વારા સેવાઓ આપવામાં આવશે. ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન સ્વ. જશવંતસિંહ રાઠોડ સુપર સ્પેશ્યાલિસ્ટ આયુર્વેદ સેન્ટર, બી-૨૦૭, રાધે આર્કેડ, એસબીઆઈ બેંકની ઉપર, કુડાસણ ખાતે યોજાશે. એપોઈન્ટમેન્ટ લેવા માટે ૮૭૫૮૯૫૯૯૫૦ ઉપર સંપર્ક કરવો.