ગાંધીનગર

મધુર ડેરીમાં સત્તા પલટાવાના એંધાણ : ચેરમેન પદે ઠાકોર સમાજને મળી શકે છે તક

ગાંધીનગર :

ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે મધુર ડેરીના ચેરમેન પદની ચૂંટણીની ગમે તે ઘડીએ જાહેરાત થાય તેમ છે. વર્ષોથી ડેરી પર સત્તા જમાવીને બેઠેલા શંકરસિંહના સ્થાને હવે ઠાકોર સમાજના કોઈ ડિરેક્ટરને ચેરમેન પદે તક મળે તેવી શક્યતા છે. વર્ષોથી મધુર ડેરીના ચેરમેન પદે રહેલા શંકરસિંહ રાણાને ઉથલાવી દેવાની તૈયારીમાં 8 જેટલા ડિરેક્ટર્સ સુરતના શરણે બેઠા છે. સત્તા ઉથલાવી દેવાની તૈયારીઓ ચાલતી હોવાની ગંધ આવી જતાં જ શંકરસિંહ રાણા પોતાના બધા ડિરેક્ટર્સ સાથે રાજસ્થાન પહોંચી ગયા હતા. જેમાં ડિરેક્ટર્સને સાથે રાખીને સમજાવટોને અંતે તમામ ગુજરાત પરત આવ્યા હતા. જે બાદથી 8 જેટલા ડિરેક્ટર્સ શંકરસિંહ રાણાથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા. આ ડિરેક્ટર્સ સુરતમાં ભાજપના વરીષ્ઠ નેતાના શરણે હોવાનું કહેવાય છે. હવે ગમે તે સમયે મધુર ડેરીના ચેરમેનની ચૂંટણી જાહેર થાય ત્યારે 8 ડિરેક્ટર્સ સીધા સુરતથી ગાંધીનગર લેન્ડ થશે તેવું કહેવાય છે.

મધુર ડેરીના મુદ્દે ગાંધીનગરના સ્થાનિક નેતાઓ અને સહકારી આગેવાનો તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને મળ્યા હતા. જેને પગલે ટુંક સમયમાં સતા પલટાવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. મધુર ડેરીના નવા ચેરમેન પદે ઠાકોર સમાજમાંથી કોઈ તક મળે તેવી શક્યતા છે. ગાંધીનગર ઉત્તરમાં પાટીદાર ધારાસભ્ય તથા નાગરીક બેંકમાં પણ પાટીદારોના દબદબાને પગલે મધુર ડેરી પર ઓબીસી સમાજના કોઈ આગેવાનને તક અપાય તેમ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x