કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી, પૃથ્વીની જાળવણી વિદ્યાર્થીઓએ શપથ લીધા
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી. કૉલેજ ઓફ બીજનેસ ઍડમીનીસ્ટ્રેશન (બીબીએ) દ્વારા વિશ્વધરતી દિવસની ઉજવણી. કૉલેજ કૅંપસ ખાતે કરવા માં આવી. જે કાર્યક્ર્મમાં પ્રકૃતીની જાળવણી માટે અનેકવીધ કાર્યક્રમ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ધરતીમાતાનું મહત્વ ફક્ત પર્યાવરણ પુરતું નહિ પણ આર્થિક રીતે પણ છે. તે બાબતનું માર્ગદર્શન આપ્યુ હતુ. સાંપ્રત સમયમાં ગ્લોબલ વાર્મિંગ જેવી સમસ્યાઓથી પર્યાવરણ પર માઠી અસર પડે છે. તેમજ વાતાવરણ પ્રદુષિત થાય છે. ત્યારે બીબીએ કૉલેજ ગાંધીનગર સામાજીક જવાબદારી બાબતે વિદ્યાર્થીઓ જાગૃત થાય તેમજ તેઓમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ આવે તેવા કાર્યક્રમ જે શૃંખલાનાં ભાગરૂપે વિશ્વધરતી દિવસની ઉજવણી કૉલેજ દ્વારા કરવામાં આવી હતી. જેમા બીબીએના ૩૭ વિદ્યાર્થી તેમજ સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી ડો.રમાકાંત પૃષ્ટિ દ્વારા પૃથ્વીનું ખનિજ તેમજ પેટ્રોલિયમ પદાર્થ માટે થતુ દોહન. પ્રદુષણથી થતુ નુકશાન જેવી બાબતો સમજાવી હતી.જેમાં સોલર એનર્જી ના ઉપયોગ અને તેના સામે ભવિષ્યમાં આવનાર પડકારો બાબતે વિદ્યાર્થીઓ ને સમજ આપી હતી તેમજ થોરિયમ એમ વૈકલ્પિક ઉર્જાનો સ્ત્રોત હોઇ શકે જેનો મોટા પાયે સંગ્રહ ભારત પાસે છે તેના ઉપયોગ અને સાથે રહેલા અન્ય વિષયો પર પણ વિદ્યાર્થીઓને સમજ આપી હતી.જો આપણે પૃથ્વીની જાળવણી નહી કરીએ તો ભૂકંપ, સુનામી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી અનેક હોનારતોનો સામનો માનવ સમાજને કરવો પડશે ઉપાચાર્ય ડૉ.જયેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓને આજનો સંદેશ દિવસ પુરતો માર્યાદિત નહિ પણ હર હંમેશ અમલીકરણ કરવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને પૃથ્વીની જાળવણી માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આજે પાંચ પ્રદૂષણ ફેલાવતી બાબતોને છોડીશું તેમજ પાંચ પ્રદૂષણ ન ફેલાવતી બાબતોને અપનાવીશું અને બીજા લોકોને પણ આ બાબતે જાગૃત કરીશું. ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા પશ્ચિમના દેશોએ ફેલાવેલ પ્રદૂષણ અને બાબતે જણાવ્યુ હતું. જ્યારે ભારતીય પરંપરામાં તો આપણે ધરતી, વાયુ, જળ, અગ્નિ અને માટીના પાંચ તત્વો નદી, પહાડો, સમુદ્ર, પશુ, પંખીને પણ દેવતુલ્ય દરજ્જો આપ્યો છે અને સદીઓ થી આપણે આ પરંપરાને નિભાવીએ છીએ. ફેલાવી ધરતીને આપણે લોકમાતાનો દરજ્જો આપીઍ છીઍ. ત્યારે પ્રતિકાત્મક રીતે ધરતી માતાની પૂજા સમાજમાં જાગૃતિ લાવવા ઉપયોગી થશે. વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરાવવા જન-જાગૃતિ ફેલાવવા સંકલ્પ લીધો હતો. પૃથ્વી પરના પ્રાકૃતિક સંસાધનોની જાળવણી કરવી વૃક્ષો, વન્ય પ્રાણીઓને પૃથ્વી પરના તમામ જીવનું જતન કરવું એસી અને ઇલેક્ટ્રોનિમ સાધનોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરીશ. વીજળી બચાવીશ. બીનજરૂરી વાહનનો ઉપયોગ નહિ કરું સહિયારાકે સરકારી વાહનનો ઉપયોગ મહત્તમ કરીશ. ઓર્ગેનિક, પુનઃપ્રાપ્ય એનર્જીનો ઉપયોગ કરીશ. રાસાયણિક દવાઓ, ખાતર,ખનીજદોહન, વાયુપ્રદુષણ, જળપ્રદુષણ, અવકાશ પ્રદુષણ, ધ્વનિપ્રદુષણ અટકાવીશ. અન્યથા ભયંકર પરિણામ ભોગવવા તૈયાર રહીશ. તેવો સંદેશ વિદ્યાર્થીઓ એ લોકોને આપ્યો હતો. આજના દિવસની શરૂઆત અમેરિકી સેનેટર ગેરોલ્ડ નેલસન દ્વારા વર્ષ 1970 કરાવડાવવામાં આવી હતી. તેમજ જુલિયાન કોનિંગના જન્મદિને “અર્થ ડે બર્થ ડે”માની આજના દિવસની ઉજવણીની શરૂઆત કરાવવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજનાં આચાર્યશ્રી ડૉ.રમાકાંત પૃષ્ટિનાં માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય ડો.જયેશ તન્ના, ડો.નિવેદિતા રાવલ, ડો.આશિષ ભૂવા, ધર્મેન્દ્રસિંહ રાઠોડ તેમજ કૉલેજ પરિવાર દ્વારા સફળતા પૂર્વક સંપન્ન કરવામાં આવ્યુ હતુ.