ગાંધીનગર

સેકટર -૨૮ ગાર્ડન ની જાળવણીમાં લાપરવાહ એજન્સી ને બ્લેક લિસ્ટ કરવાની ચીમકી

ગાંધીનગર :

ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની માનીતી ગણાતી એજન્સી દેવર્ષ કંપનીની કામગીરીથી નવા મ્યુનિસિપલ કમિશનર નારાજ થયા છે. નવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી શહેરનો રાઉન્ડ શરૂ કરાયો છે. અધિકારીઓને થોડા દિવસ તૈયાર રહેવાની સુચના આપીને જરૂર લાગે તે અધિકારીને બોલાવીને કમિશનર રાઉન્ડ લઈ રહ્યા છે. ત્યારે શહેરની ઓળખ ગણાતા સેક્ટર-28 ગાર્ડન ખાતે કમિશનર જે. એન. વાઘેલા પહોંચ્યા હતા. જ્યાં તેઓને ગાર્ડનમાં અનેક સ્થળે કચરો જોવા મળ્યો હતો. જ્યારે 35 જેટલા કામદારોની જગ્યાએ 11 જેટલા જ કામદારો જોવા મળ્યા હતા. આ પ્રકારની ગેરરીતિના પગલે કમિશનર દ્વારા દેવર્ષ એજન્સીને નોટિસ આપીને જરૂર લાગે તો કામગીરી પરત લઈ લેવા સુધીના પગલાં ભરવા આદેશ કર્યો હતો. મનપા દ્વારા મે–2022થી અત્યાર સુધીમાં એજન્સીને અલગ-અલગ કામગીરીના 6.5 કરોડથી વધુ રૂપિયા ચૂકવ્યા છે. જોકે આગામી સમયે હવે એજન્સી દ્વારા અંદાજે વાવોલ તળાવનું 12 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે. ત્યારે એજન્સીની બધી કામગીરીની તપાસ કરીને જરૂર જણાય તો પગલાં લેવાય તો નવાય નહીં. કોર્પોરેશન માટે વર્ષોથી કામગીરી કરતી એજન્સી દ્વારા સેક્ટર-28નું ગાર્ડન, સરિતા ઉદ્યાન, સેક્ટરોમાં વોલ, નાના- મોટા શેડના કામો, નાની ઓફિસના રિનોવેશન, ટોઈલેટનું રિનોવેશન, સૂચના બોર્ડ, સ્ટ્રોમ વોટર લાઈન, પાર્ટીપ્લોટ રિનોવેશન વગેરે કામગીરી લેવાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x