ગાંધીનગરગુજરાત

રાજ્યની શાળાઓમાં 1લી મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન

ગાંધીનગર :

રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 1લી, મે 2023થી 35 દિવસના ઉનાળા વેકેશનનો પ્રારંભ થશે. આથી વર્ષ- 2023–24ના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ 5મી, જૂનથી થશે. જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓને વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ તારીખ 29મી, એપ્રિલે પ્રસિદ્ધ કરવાનો આદેશ કર્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 2022-23ના શૈક્ષણિક વર્ષની પૂર્ણાહુતિ 30મી, એપ્રિલના રોજ કરવામાં આવશે. જોકે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે. ઉપરાંત વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી પણ કરી દેવાઈ છે. ઉપરાંત ધો.-3થી 5ના વિદ્યાર્થીઓના વિષયવાર ગુણની એન્ટ્રી શિક્ષણ વિભાગના પોર્ટલ ઉપર અપલોડ કરી દેવાઈ છે. ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ અપલોડ કરવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને 29મી, એપ્રિલના રોજ વાર્ષિક પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરી દેવાની સુચના આપી દેવાઈ છે. ત્યારબાદ 1 મે થી રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક તમામ શાળાઓમાં ઉનાળા વેકેશનનો પ્રારંભ થશે. 35 દિવસના ઉનાળું વેકેશન આગામી 5 જૂને પૂર્ણ થતાં જ વર્ષ-2023- 24ના શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x