યુવરાજસિંહની ખોટી હેરાનગતિ ન કરો, જામીન આપો : ગૃહમંત્રીને રજૂઆત કરાઈ
ગાંધીનગર :
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર લાગેલા આક્ષેપો અંગે ન્યાયિક તપાસ કરીને વહેલી તકે જામીન મુક્ત કરવા માંગણી ઉઠી છે. રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ, રાજપૂત વિદ્યાસભા તથા મહાકાલ સેના ગુજરાતના આગેવાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. જેમાં ડમી કાંડ મુદ્દે તથા યુવરાજસિંહ જાડેજા પર લાગેલ આરોપોની ન્યાયિક તપાસની રજૂઆત કરી હતી. આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું હતું. જેમાં માંગણી કરી છે કે, ડમી કાંડ, પેપરલીક કાંડ, નકલી ભરતી સહિત પાંચ વર્ષમાં કરાયેલી સરકારી ભરતીઓ માટે ન્યાયધીશ દ્વારા તપાસ કરાવી જવાબદારો સામે પગલાં લેવામાં આવે.