ગુજરાતરાષ્ટ્રીય

રાહુલ ગાંધી આજે ગુજરાતથી ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, જાણો સમગ્ર કાર્યક્રમ

ધરમપુરઃ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ધરમપુરના લાલડુંગરીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. પરંપરાગતપણે અહીંથી શરૂ થતો ચૂંટણી પ્રચાર કોંગ્રેસને ફળતો હોવાની માન્યતા છે. આથી, કોંગ્રેસીઓ તો ગેલમાં આવી જ ગયા છે પરંતુ તેમની સાથે આદિવાસી પટ્ટીમાં ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે. વિતેલા સમયમાં ઈન્દીરા ગાંધી અને સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત વલસાડના લાલડુંગરીથી કરતા આવ્યા છે. એવું માનવામાં આવે છે કે વલસાડની સીટ જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે.

GSRTC દ્વારા બસો ફાળવવામાં ન આવી

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં કાર્યકરોને લાવવા માટે કોંગ્રસ દ્વારા 29 બસોની માંગ કરવામાં આવી હતી. પરંતુ જીએસઆરટીસી દ્વારા છેલ્લી ઘડીએ બસ ન ફાળવવામાં આવતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો. એસટી વિભાગ દ્વારા લગ્ન પ્રસંગમાં બસો ફાળવી હોવાનું કારણ આપવામાં આવ્યું હતું. છેવટે સભામાં જંગી મેદની એકઠી કરવા ખાનગી બસો ભાડે કરવામાં આવી છે.

અજમેરથી આવશે સુરત

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાહુલ ગાંધી જનઆક્રોશ રેલીમાં ભાગ લેવા માટે એક દિવસ માટે આવી રહ્યા છે ત્યારે આજે અજમેરથી બપોરે 1 કલાકે રવાના થશે. સુરત એરપોર્ટર પર બપોરે બે કલાકે આગમન થશે અને ત્યાંથી સીધા હેલિકોપ્ટર મારફતે વલસાડના ધરમપુરમાં સભાસ્થળ પર રવાના થશે.

આ ખેડૂતો સાથે કરશે મુલાકાત

જનઆક્રોશ રેલીને પણ સંભોધિન કરવાની સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતો અને અમદાવાદ –મુંબઇ એક્સપ્રેસ હાઇવેના અસરગ્રસ્ત ખેડૂતોના ડેલિગેશન સાથે પણ રાહુલ મુલાકાત કરશે.

2.00 કલાકે સુરત એરપોર્ટ પર આગમન

2.15 કલાકે હેલિકોપ્ટર દ્વારા સભાસ્થળે

2.30 કલાકે લાલડુંગરી સભા સ્થળે જશે

2.40 કલાકે મંચ પરથી સભાને સંબોધશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x