ગાંધીનગર

ગાંધીનગર : બ્રાઇટ કેમ્પસ દ્વારા ગ્રાન્ડ ફન ફેરની સાથે પ્રથમ બૉક્સિંગ ટુર્નામેન્ટનુ આયોજન કરાયું

ગાંધીનગર :

ગાંધીનગર ખાતે બ્રાઇટ કેમ્પસ દ્વારા 23 એપ્રિલ ના રોજ ગ્રાન્ડ ફન ફેર ની સાથે પ્રથમ બૉક્સિંગ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવેલ હતું.

બ્રાઇટ કેમ્પસ અને નિકોલસ ધ મેન્ટર (બૉક્સિંગ એકેડમી ગાંધીનગર) એ ધ વિજય ગુજરાત ઇન્વીટેશન બૉક્સિંગ ચેમ્પિયનશીપ – 2023 નુ આયોજન કરેલ હતું. જે ખુબજ આકર્ષણ નુ કેન્દ્ર રહ્યુ હતું. જેમા 30 જેટલા ગુજરાત અને તમીલનાડુના ચેન્નઈ કોર્પોરેશન બૉક્સિંગ ક્લબ ફાઇટર એ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ જોવા આવેલ લોકો એ અલગ અલગ વજન મર્યાદા ની મેચ ખુબ આનંદ પુર્વક જોઈ તેની સાથે રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો નુ પણ આયોજન કરવામા આવેલ હતુ.

સંસ્થાના ટ્રસ્ટી શ્રી ઉમંગ ત્રિવેદી, આચાર્ય શ્રીમતી સુનીતા તિવારી, મુખ્ય મહેમાન શ્રી આઈ. ડી. નાણાવટી (પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય બૉક્સિંગ એસોસિએશન), શ્રી દિલીપ ભ્રમભટ્ (સેક્રેટરી), શ્રી મનીષ મકવાણા (ખજાનચી) ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x