ગાંધીનગર

ઇન્ફોસિટી જુનિયર સાયન્સ કોલેજ, ધ-0 યુનિટમાં વાર્ષિક પરિણામ ઉત્સવ

ઇન્ફોસિટી જુનિયર સાયન્સ કોલેજ ઘ-0 યુનિટમાં આજે વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષાનું પરિણામ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના વાલીઓને પણ વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ધોરણ ૯ તથા ધોરણ ૧૧ સાયન્સ અને કોમર્સના ટોપ ટેન વિદ્યાર્થીઓને વિશેષ ભેટ આપી પ્રોસાહિત કરવામાં આવ્યા હતા. શાળામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના ટ્રસ્ટી શ્રી ડૉ. પ્રદીપ ગગલાણીએ વિદ્યાર્થીઓને પરિણામને માઈલ સ્ટોન સમજી આગળ વધવા પ્રેરણા આપી હતી. શાળાના આચાર્યા જ્યોતિ ભાવસારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી આગામી પરીક્ષાઓમાં ઉજ્જવળ પરિણામ માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તુષાર કુમારે કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x