2019 ચૂંટણીની આચાર સંહિતા અગાઉ રૂપાણી સરકાર આ ક્ષેત્રમાં ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી
ગાંધીનગર :
આગામી લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. અને રાજ્ય સરકારે આચાર સંહિતા લાગુ થાય તે પહેલા ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી યુવાનોને લોભાવવાનો પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકારે તબીબ, નર્સ અને હોસ્પિટલ સેવામાં સ્ટાફની ભરતી પ્રક્રિયા સરકારે ઝડપી બનાવી છે. રાજ્ય સરકાર અગાઉ ખેડૂતો માટે વિશેષ જાહેરાત કરી ચુકી છે. મગફળી સહિતના વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરી રહી છે.
અછતગ્રસ્ત વિસ્તારો માટે ફાળવણી કરી ચુકી છે. ત્યારે ચૂંટણી પહેલા યુવાનોને રિઝવવા માટે સરકારી ભરતીની પ્રક્રિયા ઝડપી બનાવી હોય તેમ દેખાય છે. રાજ્ય સરકાર ખેડૂતો માટે ખેતી લક્ષી, વેપારીઓ માટે રાત્રિ દરમિયાન બજાર ખુલ્લા મુકવા સહિતની જાહેરાત કરી ચુકી છે. પરંતુ રોજગારીના વાયદાઓ સામે બેરોજગાર વધી રહ્યાનો કોંગ્રેસના આક્ષેપ છે. તેવામાં સરકારે હવે યુવાનોને આકર્ષવા માટે મોટા પાયે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે.