નોટબંધી સમયે થયેલ મોતની જાણકારી વડાપ્રધાન કાર્યાલય પાસે નથી
નવી દિલ્હીઃ
વર્ષ 2016માં સરકાર તરફથી નોટબંધી કર્યા બાદ દેશભરમાં અનેક લોકોના મોત થવાના મામલે સામે આવ્યા હતા. પરંતુ હવે PMOનું કહેવું છે કે, સરકારની પાસે આ મોત વિશે કોઈ જાણકારી નથી. PMOએ આ જાણકારી કેન્દ્રિય માહિતી કમીશનને આપી છે.
નોંધનીય છે કે, કેન્દ્રીય માહિતી કમીશનને આ મામલે એક આરટીઆઈ અરજીકર્તીની અરજી પર સુનાવણી કરી રહ્યું હતું જેમાં અરજી કર્યાના 30 દિવસની અંદર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી ન હતી.
જોકે નોટબંધી દરમિયાન થયેલ મોતાના મામલે સૌથી પહેલા નાણામંત્રી અરૂણ જેટલીએ 18 ડિસેમ્બરે 2018ના રોજ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે નોટબંધી દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ત્રણ અધિકારી અને તેના એક ગ્રાહકનું મોત થયું હતું. કહેવાય છે કે, નોટબંધી સાથે જોડાયેલ મોત પર સરકારની આ પ્રથમ પુષ્ટી હતી. દેશભરમાં નોટબંધી સાથે જોડાયેલ મામલામાં લોકોના મોત થયાના અહેવાલ આવ્યા હતા.
સુનાવણી સમયે PMOના સીપીઆઈઓના આવેદનનો જવાબ દેવામાં અને રાહ જોવડાવવા બદલ માફી માંગી. તેમણે કહ્યું કે શર્માએ જે માહિતી માગી તે આરટીઆઈ કાયદાની કલમ નંબર 2 (એફ) અંતર્ગત સૂચનાની પરિભાષામાં નથી આવતી. સુચના આયુક્ત સુધીર ભાર્ગવે આ વિશે કહ્યું કે, બંને પક્ષની સુનાવણી કરવા અને રેકોર્ડ જોયા બાદ આયોગને એ માહિતી મળી છે કે ફરિયાદ કરનારે આવેદન 28 ઓકટોબર 2017ના રોજ આપ્યું હતું. અને તે જ દિવસે તે જવાબ આપનારા અધિકારીને મળી ગયો હતો. CPIO એ સાત ફેબ્રુઆરી 2018ના રોજ તેમને જવાબ આપી દીધો હતો. આ પ્રકારનો જવાબ આપવામાં લગભગ બે મહિના જેટલો વિલંબ થઈ ગયો.