ગાંધીનગર

કુડાસણ ખાતે SCAI સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ

ગાંધીનગર :

અષાઢી બીજનાં શુભ દિને ગાંધીનગરના કુડાસણ ખાતે SCAI સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થયો. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી ડૉ.બોની ગજ્જર સહિત તમામ સ્ટાફને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે મેયરએ જણાવ્યું હતું કે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ હોસ્પિટલમાં લોકોને તમામ સુવિધાઓયુક્ત સારવાર મળી રહેશે. આ દરમ્યાન મેયરએ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજ્ય શ્રી વિવેકસાગર સ્વામીજીના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા. આ વેળાએ ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x