હાર્મની મ્યૂઝિક એકેડેમી દ્વારા આંતરરાષ્ટ્રીય સંગીત દિવસની ઉજવણી કરાઈ
આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ દર વર્ષે ૨૧મી જૂને ઉજવવામાં આવે છે ત્યારે હાર્મની મ્યૂઝિક એકેડેમી – હેમંત સોની અને મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા સાથે મળી રિહર્સલ કરીને આંતરરાષ્ટ્રીય સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાર્મની મ્યૂઝિક એકેડેમીના ડિરેક્ટર હેમંત સોનીએ વ્યવસાયીક જીવનમાં રિહર્સલ કેવું અને કેટલું મહત્ત્વ છે તે વિશે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આ રિહર્સલમાં મિલાપ ટાટારિઆ ટાઇગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.