ગુજરાત

શ્રી ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ KDVS દ્વારા રાજકીય કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

રાજકોટ :

ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા એક રાજકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન સરદાર પટેલ ભવન માયાણી ચોક મવડી રોડ રાજકોટ ખાતે તારીખ 25 જૂન ને રવિવારના રોજ સવારે 9:00 થી 12:30 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું, આ KDVS દ્વારા આયોજિત કાર્યક્રમની અંદર સર્વ જ્ઞાતિના 500 થી વધુ યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારનું ખૂબ જ ભવ્યતાથી સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આયોજિત સેમિનારમાં તાજેતરમાં જ નવનિયુક્ત થયેલા ખોડલધામ વિદ્યાર્થી સમિતિના તમામ હોદ્દેદાર શ્રી કન્વીનર અને સહ કન્વીનર પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી એમના હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાજકોટ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જ્ઞાતિના યુવક-યુવતીઓ પણ સેમિનારનો લાભ લેવા રાજકોટ આવી પહોંચ્યા હતા. વરસાદી માહોલ હોવાં છતાં મોટી સંખ્યામાં લોકોની હાજરી રહી હતી. કાર્યક્રમની શરૂઆત સવારે 9:00 વાગે ઈશ્વર આરાધ્યાથી કરવામાં આવી હતી. ત્યારબાદ kdvs ના માર્ગદર્શક પોલીસ ઇન્સ્પેક્ટર સંજયભાઈ પાદરીયા સાહેબે સૌને સ્વાગત પ્રવચનના માધ્યમથી આવકાર્ય હતા અને પોતાની લાગણી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ પ્રત્યેની વ્યક્ત કરી હતી અને એમને આ સંગઠન ગુજરાતનું ટોચ સમુ સંગઠન બનાવવાની વાત કરતા યુવાનોએ એમને તાળીના નાદથી વધાવી લીધા હતા. એમના બાદ પ્રથમ વકતવ્ય શ્રી શિવરાજભાઈ નરેશભાઈ પટેલે આપ્યું હતું. વક્તવ્યમાં શિવરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે, હંમેશ માટે પોલિટિક્સમાં આવતા પહેલા તમારે અનેક બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે, પોલિટિક્સમાં આવતા પહેલા તમારે કોઈપણ એક પાર્ટી પસંદ કરવાની રહે છે, પાર્ટીના પસંદગીના ધોરણમાં પાર્ટીની પ્રવૃત્તિ, એમને કરેલા કાર્યો, એમને કરેલા વિકાસના કાર્યને ધ્યાનમાં રાખી કોઈપણ વ્યક્તિ પોતાની પાર્ટીને પસંદ કરતો હોય છે. આમ પણ જ્યારે રાજકારણમાં પ્રવેશ કરતી વખતે એમને એમ પણ કહ્યું હતું કે, વ્યક્તિએ પોતાના રોડ મોડલ તરીકે કોઈ સર્વ ગુણ સમાં રાજકારણી વ્યક્તિને પસંદ કરવો જોઈએ. એમની આઇડ્યાલોજીને વરીને કાર્ય કરવા માટે આગેકૂચ કરવી જોઈએ. જેમની અંદર તમામ રાજકારણના ગુણો હોવા જોઈએ સાથે સાથે એમને અનેક ઉદાહરણના માધ્યમથી રાજકારણમાં પ્રવેશ કરતા શું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના પર પણ પ્રકાશ પાડ્યો હતો. કોઈપણ પાર્ટી પરના મત મતાંતરો વગર એમને સુંદર મજાનું જ્ઞાન લોકોને આપ્યું હતું. સાથે સાથે ફાઇનાન્સની શું જરૂર પડે અને રાજકારણમાં ફાઇનાન્સનું શું મહત્વ હોઈ છે એના વિશે પણ પ્રકાશ પાડ્યો હતો. અને શિવરાજ ભાઈ નરેશભાઈ પટેલ સાહેબના સુંદર વક્તવ્ય બદલ બેઠેલ લોકોએ એમને તાળીના નાદથી ખૂબ પ્રતિસાદ આપ્યો હતો. અત્રે ઉમેરવું કે શિવરાજભાઈ પટેલ પોતે ભારત અને ગુજરાતની ટોચ ગણાતી પટેલ બ્રાસ વર્કસ કંપનીના સુકાની પણ છે અને પોતે એક સેવાને વરેલા વ્યક્તિ પણ છે. કાર્યક્રમમાં દ્વિતીય વક્તવ્ય રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ ડવ સાહેબ આપ્યું હતું. એક સામાન્ય કાર્યકરથી લઈને મેયર સુધીની મંજિલ અમને સફળ કરી હતી. ત્યારે રાજકોટના મેયર તરીકે એમને ખૂબ જ વિકાસના સ્વપ્નને સાકાર કર્યું છે ત્યારે રાજકારણમાં પ્રવેશતી વખતે શું શું બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. લોકોની સેવાઓ કરવી પડે છે એમના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઘણી વખત રાજકારણમાં હોય ત્યારે આપણે જે વિસ્તારમાં હોય એ આપણો મતવિસ્તાર જ આપણો એક પરિવાર બને છે એ પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિની ચિંતા હંમેશ માટે આપણે કરવાની રહે છે. સાથે સાથે સાહેબે કીધું કે હંમેશ માટે હું એ વિસ્તારના લોકો માટે જે ચિંતિત રહેતો હોઉં છું અને લોકો માટે ચિંતિત રહેવાથી ક્યારેક પરિવારિક એટલે કે પરિવાર પણ ભુલાતો જતો હોય છે. એક કિસ્સાને યાદ કરી પ્રદિપ ડવ ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું કે, રાજકારણમાં કામ કરતા સમયે પરિવારને સમય નથી આપી શકાતો. પરિવારની ખુશીઓનો પણ ત્યાગ કરવો પડે છે. પ્રદિપ ડવે પોતાનો એક વ્યક્તિગત કિસ્સો કહ્યો એ સમયે તેઓ ભાવુક થયા હતા. ડો. પ્રદિપ ડવે સેમિનારમાં પોતાના વ્યક્તિગત અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, એક રાજકારણીનું જીવન ખૂબ જ કપરૂં હોય છે. લોકો એમ માનતા હોય છે કે રાજકીય વ્યક્તિ મોજશોખ પૂરા કરે છે, પરંતુ વાસ્તવમાં તેવું હોતું નથી. પોતાના પરિવાર સાથે બહાર જમવા જવાનો પ્રોગ્રામ કર્યો પરંતુ આ પ્રોગ્રામ પણ રદ્દ કરવો પડે છે. તેમના દીકરાના જન્મદિવસનો કિસ્સો વર્ણવતા કહ્યુ હતું કે મારો 7 વર્ષનો દીકરો છે. તેનો જન્મદિવસ હતો. અમે સાંજે બહાર જવાનું નક્કી કર્યું હતું પરંતુ મારે 7 વાગ્યે એક કાર્યક્રમમાં હાજર રહેવું પડ્યું. ત્યાંથી ફ્રી થવામાં ઘણો સમય લાગ્યો. જ્યારે હું રાત્રે 9.30 વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે તે સૂઇ ગયો હતો. આ વાત યાદ કરતા મેયર ડો.પ્રદિપ ડવ ભાવુક થઈ ગયા હતા. વધુમાં તેઓએ કહ્યું હતું કે, આપણે જે સ્થળે હોઈએ ત્યાં નિષ્ઠાથી કામ કરીએ. રાજકોટના મેયર તરીકે મારી ફરજ છે તો રાજકોટને શું આપી શકું તે દિશામાં આપણા પ્રયત્ન હોવા જોઇએ.

આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ખોડલધામના એંકર હાર્દિક સોરઠીયાએ કર્યું હતું કે, વિશેષ રાજકોટ શહેરના શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના રાજકોટ શહેરના મુખ્ય કન્વીનર રાહુલભાઈ ગીણોયા ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિના મુખ્ય કોર કમિટીના સભ્યો વત્સલભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, અખિલભાઇ પટેલ, મૌલિકભાઈ સખીયા, ઉમંગભાઈ વઘાસિયા, હાર્દિકભાઈ સોરઠીયા, નરેન્દ્રભાઈ પટેલ, મેહુલ ઢાંકેચા, પ્રદીપ રફળીયા અને વર્શિલ ગીણોયાએ ખૂબ મોટી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x