ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

માયાવતીએ લીધી ઉના પીડિતોની મુલાકાત, સરકાર પર સાધ્યું નિશાન

અમદાવાદઃ ઉનાના દલિત પીડિતોને મળવા આવેલા બીએસપી (બહુજન સમાજ પાર્ટી) ના સુપ્રીમો માયાવતીએ સીધું સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સારંગપુર ખાતે સંબોધન કરતાં કહ્યું કે, મારા વિરોધ પછી સરકાર જાગી અને વિરોધી પાર્ટીઓના આગેવાનો પણ પીડિતોને મળવા દોડી આવ્યા.જ્યારે ટીવીમાં વીડિયો જોયો તો મને લાગ્યું કે કોઇ મને કમર પર મારી રહ્યું છે. મને ઉના આવતાં અટકાવવા ષડયંત્ર રચ્યું.

સિવિલમાં પીડિતોને મળ્યા

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉનાના ભોગ બનેલા દલિતોની મુલાકાત લઈ તેમના ખબરઅંતર પૂછ્યા હતા. તેઓ દિલ્હીથી ચાર્ટર્ડ વિમાનમાં અમદાવાદ આવ્યા છે. તેઓ એરપોર્ટથી સીધા સારંગપુર પહોંચ્યા હતા અને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x