બેનની સાથે તેમણે કરેલી EBCની જાહેરાત પણ ગઈ, HCએ ગણાવી ગેરબંધારણીય
અમદાવાદ: મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલે સર્વણો માટે જાહેર કરેલી 10 ટકા ઈબીસી ગુજરાત હાઈકોર્ટે રદ કરી દીધી છે. આનંદીબેન સરકારે બિનઅનામત વર્ગના ગરીબોને આપેલી આર્થિક અનામત સામે હાઇકોર્ટ સમક્ષ થયેલી અલગ અલગ રિટમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે, 10 ટકા ઈબીસી ગેરકાયદેર અને ગેરબંધારણીય છે, જેનાથી અનામતનું પ્રમાણ 50 ટકાથી વધી જાય છે. સરકારે અનામત માટે કોઈ સર્વે પણ કરાવ્યો નથી. રાજ્ય સરકારે ‘આ અનામત નહીં પરંતુ વર્ગીકરણ છે’ની દલીલ પણ કોર્ટે ગ્રાહ્ય રાખી નથી. આ મુદ્દે હવે સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી છે.