ગાંધીનગરગુજરાત

ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ: UGVCL નાં 9 ક્લાર્કને સુરત પોલીસે ઉઠાવ્યા

રાજ્યમાં ઉર્જા વિભાગના વિદ્યુત કોર્પોરેશનમાં જુનિયર આસીટન્ટની ભરતી વર્ષ 2020-21 દરમિયાન કરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન પરીક્ષામાં ગોટાળા આચરીને ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા. ભરતીને લઈ એજન્ટોએ ટેકનોલોજીના ઉપયોગથી કૌભાંડ આચરી કેટલાક ઉમેદવારોને ભરતીમાં પાસ કરાવી દીધા હતા અને  નોકરી અપાવી હતી. આ મામલાની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાંથી 9 જેટલા વિજ કંપનીના કર્મચારીઓની અટકાયત સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમો સાબરકાંઠામાં આવીને કર્મચારીઓને તેમને અલગ અલગ સ્થળો પરથી ઉઠાવ્યા હતા. ત્રણ મહિલાઓ સહિત 9 કર્મચારીઓને સુરત પોલીસની ટીમો તેમને સુરત લઈ જવા રવાના થઈ હતી. સુરત પોલીસની કાર્યવાહીને પગલે સ્થાનિક સ્તરે હલચલ મચી ગઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ભરતી કૌભાંડને લઈ ફરી એકવાર હલચલ મચવા પામી છે. અગાઉ પણ અડધો ડઝન જેટલા લોકોને સુરત પોલીસે ઉઠાવ્યા હતા અને હવે ફરી એકવાર 9 લોકોની અટકાયત કરાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x