ડ્રગ્સ, સેકસનો અડ્ડો બની આ યુનિવર્સિટી, પોલીસને મળ્યા છાત્રોના ૫૦૦૦ અશ્લીલ વીડીયો
પાકિસ્તાનની એક યુનિવર્સીટી સવાલોના ઘેરામાં આવી છે. દરોડામાં કેમ્પસમાંથી ડ્રગ્સ અને ૫,૦૦૦ જેટલા અશ્લીલ વીડીયો બરામદ થયા છે. પોલીસે ઈસ્લામીયા યુનિવર્સીટીના બહાવરલુરના પરીસરમાં ડ્રગ્સના ઉપયોગની તપાસ કરવા માટે પાંચ સભ્યની ટીમનું ગઠન કર્યું છે. અહેવાલ મુજબ છાત્રાઓને બ્લેકમેઈલ અને તેનું યૌન શોષણ કરવા ડ્રગ્સ વેચવામાં આવતું હતું. પંજાબ પોલીસના એક વિશેષ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે. કેમ યુનિવર્સીટી બહાર બહાવલપુર ડ્રગ્સ અને યૌન શોષણનો અડ્ડો બની ગયું છે. યુનિવર્સીટી કેમ્પસમાં મોટાપાયે ડ્રગ્સના ઉપયોગનો રીપોર્ટ સામે બાદ આરપીઓ બહાવલપુર રાય બાબર સઈદે તપાસ માટે પાંચ સભ્યના વિશેષ દળનું ગઠન કર્યું છે.