ગાંધીનગરગુજરાત

ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ પોલીસ તંત્ર જાગ્યું, શરૂ કરી સ્પેશ્યલ ડ્રાઈવ, કાયદાને તોડનારા ને દંડાશે

અમદાવાદઃ

ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ રાજ્ય પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપ્યા બાદ આજથી રાજ્યભરમા એક માસ માટે ઓવરસ્પીડ સહિત ટ્રાફિકના નિયમો ભંગ કરવા મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે. જેમાં બેફામ વાહન ચલાવતા, સ્ટંટ કરતાં લોકો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ઓવર સ્પીડ સહિત ટ્રાફિક નિયમોની ડ્રાઈવ દરમિયાન અમદાવાદના સિંધુ ભવન, SG હાઇવે સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાતા અનેક લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા નજરે પડયા હતા. કાયદાનું ઉલ્લંઘન કરનાર લોકોને પોલીસ દ્વારા મેમો આપવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં અકસ્માતના બનાવો વધ્યા છે. ત્યારે સ્ટંટબાજી કરી અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા સ્ટંટબાજો તેમજ ઓવર સ્પીડે વાહન હંકારતા લોકો તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી કરવા દરેક જિલ્લાના અધિકારીઓને DGPએ આદેશ આપ્યો છે. છેલ્લા બે દિવસમાં ટ્રાફિકના નિયમોનો ભંગ 1869 કેસ નોંધાયા છે. જેમાં ઓવર સ્પીડ એન્ડ ડ્રાઈવ સ્ટંટના સૌથી વધુ કેસ નોંધાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x