ગુજરાત

ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે કરદાતાઓને CGST અંગેના મહત્વ પૂર્ણ મુદ્દાઓ અંગે ઉચ્ચ સ્તરે રજુઆત કરી

       તાજેતરમાં CGST વિભાગ દ્વારા વિવિધ વેપાર અને વાણિજયના સંગઠનો અને ચેમ્‍બરોના પદાધિકારીશ્રીઓની હાજરીમાં એક મિટીંગનું આયોજન કરેલ હતું. જેમાં કરદાતાઓને પડી રહેલ મુશ્‍કેલીઓ અંગે સરકારનું ધ્‍યાન દોરી તેનો સુખદ નિકાલ લાવીને કરમાળખાની રહેલ ક્ષતિઓ, કરદાતાઓને પડતી હાલાકીઓને નિવારવા માટેના પગલા લઇ શકાય. જેમાં ગ્રેટર રાજકોટ ચેમ્‍બરના પ્રમુખશ્રી રાજીવભાઇ દોશી દ્વારા હાજર રહીને પોતાના જ્ઞાન અને આવડતની મદદથી પોતે નીચે મુજબના નીતિવિષયક મુદ્દાઓને સરકાર સમક્ષ રજુ રાખીને તેમાં યોગ્‍ય નિરાકરણ આવે તેવી આશા વ્‍યકત કરેલ હતી.

  • કલમ-૬પ હેઠળ ઓડીટ માટેની નોટીસ ૩ વર્ષથી વધુ સમયગાળા માટે જે સરકાર દ્વારા જારી કરવામાં આવે છે તેમાં વિગતોનું સંકલન કરવામાં ઘણી જ મુસીબતો ઉદભવતી હોય તેને એક વર્ષ માટે મર્યાદીત કરવું જોઇએ.
  • નોંધણી રદીકરણ સીવાયની ઘણી અપીલો અધિકારી દ્વારા સાંભળવામાં આવતી નથી. જેથી તે પડતર પડી રહે છે. તેમની સુનવણી વહેલીતકે હાથ ધરવા જરૂરી પગલા લેવા સુચન કરેલ.
  • જી.એસ.ટી.ના પાંચ વર્ષ પૂર્ણ થવા છતા જી.એસ.ટી. ટ્રીબ્‍યુનલની રચના થયેલ ન હોય, અમારી સંસ્‍થા તરફથી જી.એસ.ટી. એપેલેટ ટ્રીબ્‍યુનલની રચના કરવાનું સુચન કરવામાં આવેલ છે.
  • ઘણા કિસ્‍સાઓમાં સમાન મુદ્દા પર બે અથવા વધુ રાજયAAAR દ્વારા વિરોધાભાસી નિર્ણયો આપવામાં આવે છે. અમારા દ્વારા જી.એસ.ટી. કાયદામાં એડવાન્‍સ ચુકાદાની જોગવાઇની એકરૂપતા અને મહત્‍વ માટે એડવાન્‍સ રૂલીગ માટે નેશનલ એપેલેટ ઓથોરીટી બનાવવાનું સુચન કરેલ છે.
  • જી.એસ.ટી. કાઉન્‍સીલ દ્વારા કોઇપણ નોટીફીકેશન, સર્કયુલર અમલીકરણ માટે કવાર્ટરના મધ્‍યાહનમાં લાગે થવાને બદલે પ્રથમ દિવસથી સુચના લાગુ થવી જોઇએ. નોટીફીકેશન જારી કરવા અને તેના અમલવારી વચ્‍ચે ઓછામાં ઓછા ૧૫ દિવસનો ગાળો રાખવો હિતાવહ છે.
  • સરકાર દ્વારા સમયાંતરે નોટીફીકેશન / પરિપત્રો / સુચનો જારી કરવામાં આવે છે જેથી કરદાતાઓને મુંઝવણોનો સામનો કરવાનો રહે છે. જેથી જી.એસ.ટી.ના સરળ અમલીકરણ માટે જી.એસ.ટી. ઓફીસના પરીસરમાંPRO ઓફીસ / ડેસ્‍ટ શરૂ કરવુ જોઇએ.
  • કેન્‍દ્ર અને રાજય જી.એસ.ટી. વચ્‍ચે યોગ્‍ય સંકલન હોવું જરૂરી છે. જેથી કરીને કરદાતાને સમાન મુદ્દાઓ માટે બંને જગ્‍યાએ સમાન કાર્યવાહીમાંથી પસાર ન થવું પડે અનેSGST અને CGST બંને વિભાગોનું કેન્દ્રીયકરણ કરવા સુચન કરેલ છે.
  • ઇ-વે બીલમાં જોવા મળતી નાની વિસંગતતાઓને માટે પણ ૧૨૯ હેઠળ ખુબ જ મોટા પ્રમાણમાં દંડની જોગવાઇ છે. સામાન્‍ય ભુલોને માટે મસમોટો દંડ ન લગાવીને સામાન્‍ય દરના દંડની જોગવાઇ હોવાનું સુચન કરેલ છે.
  • કરદાતાની ડિફોલ્‍ટ કર તટસ્‍થ હોય તેવા કિસ્‍સામાં વ્‍યાજ અને દંડ વસુલવો જોઇએ નહી.

      આ સંસ્‍થા ગ્રેટર રાજકોટ ચેમ્‍બર કે જે સૌરાષ્‍ટ્રની એકમાત્ર રજીસ્‍ટર્ડ ચેમ્‍બર ઓફ કોમર્સ છે અને જે એક બિનરાજકીય રીતે ફકત ને ફકત વેપાર ઉદ્યોગનું હિત હૈયે રાખીને કામ કરતી સંસ્‍થા તરીકેનું આગવું સ્‍થાન બનાવવા માટે હરહંમેશ અગ્રેસર રહીને કામ કરતું હોવાનું પુષ્‍ટીકરણ થયેલ છે. આમ એક અખબારી યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખશ્રી રાજીવભાઇ દોશી તથા માનદમંત્રીશ્રી ઉપેનભાઇ મોદી દ્વારા જણાવવામાં આવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x