ગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનમાં આડેધડ ફાયરિંગ, 4 ના મોત, આરોપીની ધરપકડ

જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી. વિગતો મુજબ મૃતકોમાં RPF ASI સહિત 3 મુસાફરો છે. RPFના કોન્સ્ટેબલ ચેતને તમામને ગોળી મારી દીધી છે. ફાયરિંગની આ ઘટના વાપીથી બોરીવલી મીરા રોડ સ્ટેશન વચ્ચે બની હતી. GRP મુંબઈના જવાનોએ ગઈકાલે મીરા રોડ બોરીવલી વચ્ચે કોન્સ્ટેબલને કસ્ટડીમાં લીધો હતો. આરોપીનો ઈરાદો શું હતો અને તેણે આ ગોળી શા માટે ચલાવી તે જાણી શકાયું નથી. સદનસીબે આ ગોળીબારમાં વધુ મુસાફરોને ઈજા થઈ નથી. ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થતાં જ ટ્રેનમાં દોડધામ મચી ગઈ હતી. હાલ પોલીસ ટ્રેનના મુસાફરોના નિવેદન પણ નોંધી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

પશ્ચિમ રેલ્વેએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘પાલઘર સ્ટેશન ક્રોસ કર્યા પછી એક આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કર્યો. તેણે RPF ASI અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારી દીધી અને દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી કૂદી પડ્યો. આરોપી કોન્સ્ટેબલને હથિયાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x