ગાંધીનગર

ગાંધીનગરના જન્મ દિવસની મધર્સ પ્રાઇડ સ્કૂલ ખાતે પારસમણી ફાઉન્ડેશન દ્વારા ઊજવણી થઈ

ગાંધીનગર :

ગાંધીનગર શહેરના 59મા જન્મ દિવસની ઉજવણી નિમિત્તે મધર્સ પ્રાઇડ સ્કૂલ લેકાવાડા ખાતે હરિયાળા વાતાવરણ વચ્ચે ‘ગ્રીન ગાંધીનગર’ થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન પારસમણી ફાઉન્ડેશન અને સાંજ ઇ મેગૅઝિન દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સરસ મજાની ચિત્ર સ્પર્ધામાં 120 બાળકોએ ભાગ લીધો હતો જ્યારે ફાઇનલ રાઉન્ડમાં 20 બાળકોના ચિત્રો પસંદ કરી એમાંથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ગાંધીનગરની સીમમાં લેકાવાડા ખાતે કુદરતી વાતાવરણમાં આવેલી મધર્સ પ્રાઇડ સ્કૂલને મેનેજીંગ ડિરેક્ટર નીલેશ પટેલની દેખરેખ હેઠળ તૈયાર થયેલી હરિયાળી સ્કૂલને ગ્રેટ ગ્રીન સ્કૂલનો એવોર્ડ મળ્યો છે.

ગાંધીનગર શહેરના 59મા જન્મ દિવસની ઊજવણી ઈનામ વિતરણ સમારોહ માટે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ, પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાત અને સાંજ ઇ મેગૅઝિનના નિર્મલ તલાટી હાજર રહ્યાં હતાં. જેમના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત અને ત્યારબાદ સ્વાગત નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ પટેલે વિદ્યાર્થીઓને ભારતના ભવિષ્ય ગણાવી એમના તરફથી દેશને ખૂબ અપેક્ષા છે એમ જણાવી એમનું શ્રેષ્ઠ યોગદાન દેશ માટે આપે એવી શુભકામનાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય શ્રીમતી વૈશાલી બેલાણી દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે નેહા ગઢવી દ્વારા મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો. ચિત્ર સ્પર્ધાના આયોજન માટે શાળાની શિક્ષિકાઓ કોમલ તલાટી, અંકિતા ચૌધરી, રંજન ચૌધરી એ યોગદાન આપ્યું હતું.

ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ, સંજય થોરાત અને નિર્મલ તલાટી દ્વારા ઈનામ આપવામાં આવ્યા હતા. મધર્સ પ્રાઇડ સ્કૂલના સલોની પટેલ દ્વારા મહેમાનોનો આતિથ્ય સત્કાર કરવામાં આવ્યો હતો. ગ્રીન સ્કૂલની ઓળખ ધરાવતી મધર્સ પ્રાઇડ સ્કૂલ દ્વારા મહેમાનોનું સ્વાગત ગ્રીન પ્લાન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શહેરનો જન્મ દિવસ યાદગાર રીતે ઉજવવામાં આવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x