ગુજરાતરાષ્ટ્રીય

સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને માનહાની કેસમાં સજા પર પ્રતિબંધ આપ્યો, સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થશે

નવી દિલ્હી :

મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. આ કેસમાં ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ જશે. આ મામલાની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે કરી હતી.

રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, ફરિયાદી (પૂર્ણેશ)ની મૂળ અટક મોદી નથી. તેમની મૂળ અટક ભુટાલા છે. તો પછી તે કેવી રીતે ફરિયાદ કરી શકે. સિંઘવીએ કોર્ટને એમ પણ કહ્યું કે, રાહુલ દ્વારા જે લોકોએ નામ આપ્યું છે. તેઓએ તો આ કેસ દાખલ કર્યો નથી. તેમણે કહ્યું, આ લોકો કહે છે કે, મોદી નામના 13 કરોડ લોકો છે, પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો સમસ્યા માત્ર ભાજપ સાથે જોડાયેલા લોકોને જ થઈ રહી છે.

કોર્ટમાં રાહુલ તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આ કેસમાં માનહાનિના કેસમાં મહત્તમ સજા આપવામાં આવી છે. આનું પરિણામ એ આવશે કે રાહુલ ગાંધી 8 વર્ષ સુધી જનપ્રતિનિધિ બની શકે નહીં. તેમણે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે હાઈકોર્ટે 66 દિવસ માટે આદેશ અનામત રાખ્યો છે. રાહુલ લોકસભાના બે સત્રમાં હાજર પણ નહોતા રહી શક્યા. મોદી સરનેમ ડિફેમેશન કેસમાં આજે સુપ્રીમ કોર્ટ (SC)માં સુનાવણી થઇ હતી જેમાં અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કર્યો હતો. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, રાહુલ ગાંધી પર લાગેલા આરોપ જામીનપાત્ર છે.

રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, 3 પાનાના ભાષણમાં માત્ર એક લાઇન છે, જેના સંદર્ભમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી પૂર્ણેશ મોદીની અસલી અટક પણ મોદી નથી. તેમણે પથી ચેન્જ કરી છે. મોદી અટક ધરાવતા લોકોનો કોઈ નિશ્ચિત વર્ગ નથી. વિવિધ જાતિના લોકો આ અટકનો ઉપયોગ કરે છે.

સિંઘવીએ કહ્યું કે, જેનું નામ રાહુલ ગાંધીએ ભાષણમાં લીધું હતું તેમાંથી કોઈએ રાહુલ પર કેસ કર્યો નથી. તે પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો છે. જેમનું નામ ભાષણમાં પણ લેવામાં આવ્યું ન હતું. પૂર્ણેશ મોદી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાનું કોઈ વ્યાજબી નથી. મોદી અટકનો ઉપયોગ કરતા સમુદાયોમાં એકરૂપતા નથી. મોદી અટક ધરાવતા લોકોનો કોઈ વર્ગ ઓળખાયો નથી.

સુપ્રીમ કોર્ટમાં સિંઘવીએ કહ્યું કે, રાહુલ વિરુદ્ધ એવો કોઈ કેસ નથી, જે સમાજ વિરુદ્ધ ગુનો હોય. રાહુલ પર કોઈ દુષ્કર્મ કે હત્યાનો આરોપ નથી. રાહુલ સામેનો આરોપ સાદો, જામીનપાત્ર, સામાન્ય આરોપ છે. જો સજા હોય તો પણ તે મહત્તમ 2 વર્ષની જ હોઈ શકે છે. પરંતુ ફરિયાદીએ તેને ગુનેગાર ગણાવ્યો હતો. એવો એક પણ કેસ નથી જેમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હોય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x