અમદાવાદ : ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં ગાંજાના છોડનું વાવેતર, NSUI કરશે આંદોલન
અમદાવાદ :
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી વધુ એક વિવાદમાં આવી છે. ગુજરાત એનએસયુઆઈ ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી જણાવ્યું હતું કે રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ હવે અમદાવાદ ની ગુજરાત યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલના D બ્લોક નજીક ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.NSUI ના વિધાથીૅ નેતાઓ દ્વારા ગાંજાનો છોડ પકડવામાં આવ્યા છે.
આ મુદ્દે ગુજરાત યુનિવર્સિટીમાં મળેલ ગાંજાના છોડના વિરુદ્ધમાં આવતી કાલે ગુજરાત યુનિવર્સિટી ખાતે સાડા બાર વાગે ઉગ્ર આંદોલન કરશે. સરકાર આ અંગે નોંધ લઇ જવાબદાર સામે પગલાં ભરે તેવી nsui એ માંગ કરી છે. ગાંજાના બે અલગ અલગ છોડમાં એક 6.5 ફૂટ અને બીજો 5.5 ફૂટ ઊંચાઈનાં છોડ જોવા મળ્યા છે. આવા અનેક છોડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ આદરી છે અને FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી આગળની તપાસ ચાલુ કરી છે.