રાષ્ટ્રીય

મુંબઇ-દિલ્હી ફ્લાઇટ હાઇજેકના કેસમાં દોષિત બિરજુ સલ્લાને ગુજરાત હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યો

મુંબઇ દિલ્હી ફ્લાઇટને હાઇજેક કરવાના કેસમાં દોષિત જાહેર કરાયેલા બિરજુ સલ્લાને ગુજરાત હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. બિરજુ સલ્લાને મુંબઇ દિલ્હી ફ્લાઇટ હાઇજેક કરવાના કેસમાં સ્પેશિયલ NIA કોર્ટે એન્ટી હાઇજેકિંગ એક્ટ 2016 હેઠળ દોષિત જાહેર કર્યો હતો અને આજીવન કેદની સજા ફટકારી હતી. બિરજુ સલ્લાની જપ્ત કરાયેલ સંપતિ મુક્ત કરવા તથા જપ્ત કરાયેલ દંડની રકમ પણ પરત કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો.

નોંધનીય છે કે દિલ્હીની એરલાઇનમાં કામ કરતી પ્રેમિકા મુંબઇ શિફ્ટ થઇ જતા નારાજ બિરજુ સલ્લાએ તેને ડરાવવા 30 ઓકટોબર 2017 નાં રોજ દિલ્હી- મુંબઇ જેટ એરવેઝની ફ્લાઇટના ટોઇલેટમાં પ્લેન હાઇજેક કરવાની ધમકી આપતો પત્ર મુક્યો હતો. પત્રમાં લખ્યું હતું કે ફ્લાઇટમાં હાઇજેકર્સ હાજર છે. આ લખાણ ધ્યાને આવતા વિમાનનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ કેસમાં બિરજુ સલ્લાની ધરપકડ કરાઇ હતી અને તેને 119 પેસેન્જરના જીવને જોખમમાં મુકવાના આરોપમાં આજીવન કેદની સજા અને 5 કરોડ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

વેપારી બીરજુ સલ્લા મુંબઇનો રહેવાસી છે. તેણે ઓક્ટોબર-૨૦૧૭માં મુંબઇથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઇટને હાઇજેક કરવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ ભારે અફડાતફડી સર્જાઇ હતી અને સમગ્ર મામલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી હતી. એજન્સીએ તપાસ પૂર્ણ કરીને ૨૦૧૮ જાન્યુઆરીમાં સલ્લા વિરુદ્ધ ચાર્જશિટ ફાઇલ કરી હતી. ત્યારબાદ ટ્રાયલ ચાલી ગઇ હતી અને સ્પેશિયલ એનઆઇએ કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૯માં તેને આજીવન કેદની સજા ફટકારી હતી. એન્ટી-હાઇજેકિંગના કાયદા હેઠળ સજા પામનાર સલ્લા પહેલો આરોપી હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x