આણંદમાં કલેક્ટર બાદ હવે અહીં DIG એ મહિલાની કરી છેડતી, સરકારે કર્યા સસ્પેન્ડ
ગુજરાતમાં આણંદ કલેક્ટરનો એક મહિલા સાથે વીડિયો વાયરલ થયા બાદ કલેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે ત્યાં એક ડીઆઈજીનો મહિલા સાથે એક ક્લબમાં છેડતીનો નવો મામલો સામે આવ્યો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આશ્વાસન આપ્યું છે કે આરોપી IPS અધિકારી સામે ‘કડક કાર્યવાહી’ કરવામાં આવશે. અધિકારી પર સોમવારે રાત્રે રાજ્યની એક ક્લબમાં એક મહિલાની છેડતી કરવાનો આરોપ છે. ગોવામાં તૈનાત ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી એ.કે. કોઆન પર ક્લબમાં એક મહિલાની છેડતી કરવાનો આરોપ લાગ્યા બાદ તેને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી)ના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. એ.કે. કોઆનને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગોવાના ડીજીપી જસપાલ સિંહે જણાવ્યું હતું કે તેમણે રાજ્ય સરકારને વિગતવાર રિપોર્ટ મોકલી દીધો છે.
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આશ્વાસન આપ્યું છે કે આરોપી IPS અધિકારી સામે ‘કડક કાર્યવાહી’ કરવામાં આવશે. અધિકારી પર સોમવારે રાત્રે રાજ્યની એક ક્લબમાં એક મહિલાની છેડતી કરવાનો આરોપ છે.